Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd August 2022

જામનગરમા વાહન સામે કેમ આવવા દીધુ તેમ કહેતા માર માર્યોઃકોમલનગરમાંથી મૃતદેહ મળ્‍યોઃ બિમારી સબબ આઘેડનું મોત

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૩: અહીં પોલીસ હેડ કવાર્ટરની પાછળ ગોલ્‍ડન સીટી શેરી નં.૧, સંસ્‍કાર રેસીડેન્‍સી ફલેટ નં.પ૦ર માં રહેતા ધૃવરાજસિંહ બીરેન્‍દ્રસિંહ જાડેજા એ સીટી ભસીભ ડિવીઝન પોલીસ સ્‍ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે, તા.ર-૮-ર૦રરના ફરીયાદી ધૃવરાજસિંહ એ પોતાનું એકટીવા મોટરસાયકલ રજી.નં.જી.જે.૧૦-સી.એલ.-૮૮પપ વાળુ લઈને કોલેજથી ઘરે જતો હતો અને ખોડીયાર કોલોની કિષ્‍ના સ્‍કુલ ચારણના ઝુપડાના પુલીયા પાસે રોડ પર પહોંચેલ ત્‍યારે સામેથી આરોપી હિતેષ નંદાણીયા એ પોતાનું વાહન લઈને આવેલ અને ફરીયાદી ધૃવરાજસિંહના વાહન સામે પોતાનું વાહન જવા દેતા ફરીયાદી ધૃવરાજસિંહએ કહેલ કે તને કાંઈ વાંધો છે? કેમ વાહન સામે આવવા દીધું તેવું કહેતા ફરીયાદી ધૃવરાજસિંહને આરોપી હિતેષ એ ગાળો દેવા લાગેલ અને ફરીયાદી ધૃવરાજસિંહએ ગાળો દેવાની ના પાડતા આરોપી હિતેષ એ તેની પાસે રહેલ લોખંડની મુઠ થી ફરીયાદી ધૃવરાજસિંહને વાસામાં તેમજ માથામાં મુંઢ માર મારી હવે કયાય ભેગો થાઈશ તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી જિલ્લા કલેકટરના હથીયારબંધી જાહેરનામાનો ભંગ કરી ગુનો કરેલ છે.

કેબલવાયરની ચોરી કરતો ઝડપાયો : એક ફરાર

અહીં પારસ સોસાયટી, પાર્ક કોલોની પ્‍લોટ નં.૧૦૧ માં રહેતા  કલેપ્‍પુ વીરા વેકટા રમના રાવ સન ઓફ કલેપુ સત્‍યનારાયણ મુરથી (કે.કે.વી.)એ મેઘપર પોલીસ સ્‍ટેશમાં ફરીયાદ નોંધાવી છે કે, આજથી વિસેક દિવસ પહેલાની રાત્રીથી આજરોજ તા.ર-૮-ર૦રર દરમ્‍યાન નવાગામ ખાનગી કંપનીના યાર્ડ ૭પ એકરની વોલ નં.ઈ-૩૯૦ પાસે આરોપીઓ કરનભાઈ કનુભાઈ ઉર્ફે ખનુભાઈ સોલંકી,  વિઠ્ઠલ કનુભાઈ ઉર્ફે ખનુભાઈ સોલંકી એ ખાનગી કંપનીની દિવાલ ટુટી ગયેલ હોય ત્‍યાં આડશ માટે પતરા મારેલા હોય તે પતરાને ખેસવી કેબલ યાર્ડ નં.૭પ એકરની વોલ નં.ઈ-૩૯૦ થી અંદર પ્રવેશ કરી કોપર કેબલ વાયર ૧-સી.એકસ ૪૦૦ એમ.એમ. નો કુલ મીટર આ.૮૦ નો જેની કિંમત રૂ.રર૬૪૦/- ના મુદામાલની ચોરી કરી એકબીજાની મદદગારી કરી આરોપી કરણ પકડાઈ ગયેલ છે અન્‍ય આરોપી વિઠ્ઠલ ફરાર થઈ ગયેલ છે.

કેબીન બાબતે બઘડાટી : સામ સામી ફરીયાદ

કાલાવડના શીતલા કોલોની બાપા સીતારામ મઢુલી વાળી શેરીમાં રહેતા હિતેશભાઈ જગદીશભાઈ લીંબાણી, ઉ.વ.૩૬ એ કાલાવડ ટાઉન પોલીસ સ્‍ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે, તા.૧-૮-ર૦રરના ફરીયાદી હિતેશભાઈ પોતાના ઘરે બેઠા હતા ત્‍યારે રાત્રીના દશેક વાગ્‍યાના સુમારે આરોપી બાબુભાઈ લખુભાઈ ઝીંઝુવાડીયા, ભાવેશભાઈ બાબુભાઈ ઝીંઝુવાડીયા એ ફરીયાદી હિતેશના ઘરે જઈ ફરીયાદી હિતેશને કહેલ કે તારી વાણંદ કામની કેબીન અમારા ઘરે જવાના રસ્‍તે હોય અને ત્‍યાં માણસો રસ્‍તામાં વાહન પાર્ક કરતા હોય અને કેબીન પાછળ પેશાબ કરતા હોય જેથી અમારા ઘરે રહેતા બેન દિકરીઓને તકલીફ પડતી હોય જેથી તું તારી દુકાન બંધ કરીને જતો રહે તેમ કહી જેમ ફાવે તેમ ભુંડા બોલી ઢીકાપાટુનો માર મારી ફરીયાદી હિતેશભાઈ તથા સાહેદ ને શરીરે મુંઢ ઈજા કરી જાનથી મારી નાખવાની ધમકી આપી એકબીજાની મદદગારી કરી ગુનો કરેલ છે.

જામનગર : કાલાવડ ના શીતલા કોલોની રેસ્‍ટ હાઉસ પાછળ રહેતા બાબુભાઈ લખુભાઈ ઝીંઝુવાડીયા, ઉ.વ.પ૮ એ કાલાવડ ટાઉન પોલીસ સ્‍ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે, ફરીયાદી બાબુભાઈ ગઈ તા.૩૧-૭-ર૦રરના ના રોજ રેસ્‍ટ હાઉસ પાસે પુલના છેડે લીબાણી હેર આર્ટ નામની વાણંદની કેબીનનો વીડિયો ઉતારેલ હોય જે વીડિયોમાં આરોપી હિતેશભાઈ જગદીશભાઈ લીંબાણી એ કહેલ કે  બાબુડાનો છોકરો વીડિયો ઉતારી ગયેલ છે તેમ બોલેલ હોય જેથી આ બાબતે ફરીયાદી બાબુભાઈ તથા તેનો દિકરો ભાવેશ તેની શેરીમાં તેને સમજાવવા ગયેલ અને વીડિયો બતાવતા આરોપી હિતેશભાઈ જગદીશભાઈ લીંબાણી એકદમ ઉશ્‍કેરાઈ ગયેલ અને ઘરમાંથી ધારીયું લઈ આવી ફરીયાદી બાબુભાઈને મારવા જતા સાહેદ વચ્‍ચે પડતા સાહેદને ડાબા પગમાં માર મારતા સારવારમાં લઈ જતા પગમાં ઈજા આવેલ હોય અને ફરીયાદી બાબુભાઈને ઢીકાપાટુનો માર મારી શરીરે મુંઢ ઈજા કરી એકબીજાની મદદગારી કરી જિલ્લા કલેકટરના હથીયારબંધી જાહેરનામાનો ભંગ કરી ગુનો કરેલ છે.

ડ્રગ્‍સના જથ્‍થા સાથે ઝડપાયો : એક ફરાર

બેડી મરીન પોલીસ સ્‍ટેશનમાં હેડ કોન્‍સ. હિતેશભાઈ ખોડુભાઈ ચાવડા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.ર-૮-ર૦રરના બેડી બાવાફળીમાં આરોપી બીલાલભાઈ અબ્‍દુલભાઈ દલ એ પોતાના કબ્‍જામાં ગેરકાયદેસર પાસ પરમીટ વગર પ૯ ગ્રામ એમ.ડી.પાવડર કિંમત રૂ.પ,૯૦,૦૦૦/- નો જથ્‍થો આરોપી હસમુખભાઈ પાસેથી વેચાણ અર્થે મેળવી રોકડા રૂ.પ,૦૬૦/- કુલ રૂપિયા પ,૯પ,૦૬૦/- ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે. તથા આરોપી હસમુખભાઈ ફરાર થઈ ગયેલ છે આ અંગે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ચલણી સિકકા વડે જુગાર રમતા બે ઝડપાયા

અહી સીટી બી ડિવીઝન પોલીસ સ્‍ટેશનમાં કોન્‍સ. યુવરાજસિંહ ભરતસિંહ જાડેજા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.ર-૮-ર૦રરના નાગેશ્‍વર કોલોની, ચામુંડા માતાજીના મંદિર પાસે આરોપી સુનીલ ભરતભાઈ બારીયા, ગોપાલ છગનભાઈ ઢાપા એ રૂપિયાનો સિકકો ઉછાળી કાટછાપ બોલી પૈસાની હારજીત કરી કીંગ-ટોસ નામનો જુગાર રમતા કુલ રોકડા રૂ.૪,૦૦૧/- ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે.

વર્લીમટકાના આંકડા લખતો ઝડપાયો : બે ફરાર

અહીં સીટી બી ડિવીઝન પોલીસ સ્‍ટેશનમાં કોન્‍સ. ધર્મેન્‍દ્રસિંહ ઘેલુભા વાઢેર એ ફરીયાદ નોંધાવી છે કે, તા.ર-૮-ર૦રરના ટાઉનહોલ  પાસે આરોપી કમલેશપરી કિશોરપરી ગૌસ્‍વામી એ જાહેરમાં મોબાઈલ ફોનમાં વર્લીમટકાના આંકડા લખી લખાવી પૈસાની હારજીત કરતા રોકડા રૂ.૭૦૦/- તથા મોબાઈલ ફોન નંગ-૧, કિંમત રૂ.૩૦૦૦/- તથા પીયાગો રીક્ષા રપ૦૦૦/- મળી કુલ રૂ.ર૮,૭૦૦/- ના મુદામાલ સાથે રેઈડ દરમ્‍યાન ઝડપાઈ ગયેલ છે. તથા આરોપી હરશ્‍યામ જેના મો.નં.૯૭ર૩૩૩૯ર૮૮ તથા બલરામ જેના મો.નં. ૭પ૭૪૦પપપ૬૭ ની અટક બાકી હોય આ અંગે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

દારૂની રર બોટલ સાથે ઝડપાયો : એક ફરાર

અહીં સીટી એ પોલીસ સ્‍ટેશનમાં કોન્‍સ. શીવભદ્રસિંહ મહોબતસિંહ જાડેજા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.ર-૮-ર૦રરના સાધના કોલોની, બ્‍લોક નં.એમ.-૭પ, રૂમ નં.૪૧૬૧માં આરોપી સફરાજભાઈ હનીફભાઈ હેરંજાના રહેણાક મકાનમાં ભારતીય બનાવટની ઈંગ્‍લીશ દારૂની બોટલ નંગ-રર કિંમત રૂ.૮૮૦૦/ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે તથા આરોપી સાજીદભાઈ લીગણીયા ફરાર થઈ ગયેલ છે. આ અંગે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

નવગામ ઘેડમાં જુગાર રમતા બે ઝડપાયા : પાંચ ફરાર

અહીં સીટી બી પોલીસ સ્‍ટેશનમાં કોન્‍સ. યોગરાજસિંહ પ્રવિણસિંહ રાણા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.ર-૮-ર૦રરના આરોપી દિનેશભાઈ મુળુભાઈ ગોધમ, સાગરભાઈ ગોવિંદભાઈ માડમ, એ ગંજીપતાના પાના વડે તીનપતી રોનપોલીસ નામનો જુ્રગાર રમી રમાડી પૈસાની હારજીત કરી રેઈડ દરમ્‍યાન રોકડા રૂ.૧૧,૩૦૦/- સાથે ઝડપાઈ ગયેલ છે. તથા આરોપી અમરશી નાજાભાઈ પરમાર, નરેશ ઉર્ફે નરો પરસોતમભાઈ પરમાર, જયુભાઈ રમેશભાઈ ચાવડા, નિતીન ઉર્ફે નીતીયો બાબુભાઈ વાઘેલા, લાલો ભરતભાઈ ફરાર થઈ ગયેલ છે આ અંગે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

દારૂની સાથે ઝડપાયો

અહીં સીટી સી પોલીસ સ્‍ટેશનમાં કોન્‍સ. નારણભાઈ બાબુભાઈ સદાદીયા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.ર-૮-ર૦રરના હરીયા કોલેજની બાજુમાં આવેલ ન્‍યારા પેટાંેલપંપ વાળી ગલી આગળના ભાગે આરોપી રમેશભાઈ આલાભાઈ ચાવડા, નયનભાઈ ભિમશીભાઈ કરંગીયા એ પોતાની માલીકીન મોપેડ હોન્‍ડા એકટીવા જેના રજી.નં. જી.જે.૧૦-ડી.એલ.-૮૯૩૧ માં ગેરકાયદેસર પાસ પરમીટ વગર ભારતીય બનાવટની ઈંગ્‍લીશ દારૂની બોટલ નંગ-ર, કિંમત રૂ.૧૦૦૦/- તથા બે મોબાઈલ ફોન કિંમત રૂ.૧ર,૦૦૦/- તથા મોપેડ જેની કિંમત રૂ.૮૦,૦૦૦/- મળી કુલ રૂ.૯૩,૦૦૦/- ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે.

કોમલનગરમાંથી મૃતદેહ મળ્‍યો

અહીં કોમલનગર બ્‍લોક નં.૧૭/૪ માં રહેતા સુનીલ જેઠાલાલ વાઘેલા, ઉ.વ.૪૦ એ સીટી ભસીભ પોલીસ સ્‍ટેશનમાં જાહેર કરેલ છે કે, તા.ર-૮-ર૦રરના કોમલનગર ઢાળીયા પાસે આંબેડકર બ્રીજ ના નીચે મરણજનાર કોઈ અજાણ્‍યો પુરૂષ ઉ.વ.આ.૪૦ થી પ૦ વાળો કોઈપણ કારણસર મરણ ગયેલ છે.

બિમારી સબબ આઘેડનું મોત

અહીં રેલ્‍વે કોલોની કવાટર્સ નં.૭૦(બી) હાપા માં રહેતા નવલીબેન રામુભાઈ નાગજીભાઈ કટારા, ઉ.વ.પ૩ એ પંચ એભ પોલીસ સ્‍ટેશનમાં જાહેર કરેલ છે કે, તા.૩૧-૭-ર૦રરના આ કામે મરણજનાર રામુભાઈ નાગજીભાઈ કટારા, ઉ.વ.૪૯ ને શ્‍વાસની તકલીફ હોય તેના ઘરે શ્‍વાસની તકલીફ ઉપડતા સારવારમાં જી.જી.હોસ્‍પિટલમાં લાવતા આજરોજ સારવાર દરમ્‍યાન મરણ થયેલ છે.

(1:14 pm IST)