Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd August 2022

ગુજરાતમાં ‘આપ'ના પગ પેસારાથી બદલાતા રાજકીય સમીકરણો : હરીફ પક્ષ માટે આકરી કસોટી

આમ આદમી પાર્ટી કાઠુ કાઢી રહેલ છે ત્‍યારે વીજ બીલમાં મોટી રાહત અને શિક્ષણ સ્‍તર સુધારવાની પહેલની દિશા તરફ મતદારો વિચારી રહેલ છેઃ કેજરીવાલે ગુજરાતમાં કથળતો સરકારી વહીવટ સુધારવા દિલ્‍હી મોડેલનો નિર્દેશ કર્યો

(હેમેન્‍દ્રકુમાર પારેખ દ્વારા) પોરબંદર, તા., ૩: આગામી ગુજરાત વિધાનસભાની ચુંટણી માટે આમ આદમી પાર્ટીના પગપેસારાનો ભય ધ્રુજાવે છે. મતદારો સાંભળવા અદનો આદમી લોક સાંભળાયા સેવા દ્વારા ખુલ્લા થયા મતદારો સામાન્‍યવર્ગના લોકો સુધી કોંગ્રેસ અને ભાજપે કસરત શરૂ કરી દીધી. કોંગ્રેસ દ્વારા લોકસંપર્ક લોક દરબાર, સામાન્‍ય વર્ગ સુધી કેમ પહોંચવુ મતદારોને રીઝવવા લોકપ્રશ્નોને વાચા આપવી સ્‍થાનીક સ્‍વરાજ તંત્રમાં પણ પોરબંદર નગર પાલીકાના પ્રશ્નો અને તેના વહીવટ સંબંધે જાગૃતી દાખવી સરકારમાં રજુઆત કરવી વિગેરે આજ દીન સુધી કોંગીના મોભીઓ એમ લોકો પોતાની યાતના સાથે કોંગ્રેસના મોભી પાસે જતા યાતના રજુ કરતા તો એમ કહેવામાં આવતું કે આપણી સરકાર કયાં છે? આપણે શું કરી શકીએ? છતા વિચારશુ સમયઆંતરે રજુઆત કરીશું વિગેરે.

ત્‍યારે ભાજપના કાર્યકરો અને મોભીઓ એમ કહેતા અને હાલ પણ ખુલ્લમ પોરબંદર છાંયાના સક્રિય કાર્યકરો-મોભીઓ એમ કહે છે કે કહેતા ફરે છે. ર૭ સતાવીસ વર્ષથી ગુજરાતમાં ભાજપ સરકાર છે. આપણી છ આપણે કહેશુ તે સરકાર કરશે અને સરકારી અધિકારીશ્રીઓ કરવુ પડે. કાયદો વ્‍યવસ્‍થાની બાબતમાં આજ શુર કાર્યકરો અને મોભીનો રહયો છે. ફરીયાદો નોંધાય નહી મરજી મુજબ અને સામાજીક કાર્યકરોને આરટીઆઇ એકટીવીસ્‍ટોને સત્‍ય રજુ કરતા હોય તેને માર પડે. હોસ્‍પીટલના બિછાને રહેવુ પડે  ફરીયાદ લેવામાં પણ પોલીસ અનાકાની કરે અને ફરીયાદ નોંધાય તો દબાણ લાવવામાં આવે પ્રાથમીક તપાસથી કસરત નબળી કરવા પ્રયન્‍ત હાથ ધરાય તપાસની અધિકારી પર રાજકીય પ્રેસર મુકાય છતા પણ ચાર્જશીટ થાય ન્‍યાય અદાલતમાં રજુ થતા ન્‍યાયકિય પ્રક્રિયામાં વિલંબ કરે.

સ્‍થાનીક પોરબંદર નગર પાલીકાનો વહીવટ અળખામણો છે. ભાજપ શાષીત નગર પાલીકા છે. પ્રજાના સેવા કાર્યો થાય છે તે શુ સરકારથી અજાણ છે? ભ્રષ્‍ટાચારની ગંગોત્રી વહે છે? રીઝર્વ પ્‍લોટો અદ્રશ્‍ય બન્‍યા. ચોમાસાના વરસાદી પાણીનો નિકાલ મોટી સમસ્‍યા બાંધકામ પરવાનગી આપવામાં બારોબાર અવૈદ્ય વહેવાર નક્કી ન થાય અને નકકી થયા પછી તાત્‍કાલીક પહોંચાડવામાં ન આવે તો ? બાંધકામની પરવાનગીમાં ચીફ ઓફીસર સહી કરતા નથી ત્‍યાથી બાંધકામની પરવાનગી અધુરી અને કાયદેસર ગણાતી નથી. અનઅધિકૃત બાંધકામો કેટલા? સીઆરઝેડ અને પુરાત્‍વના નિયમો જળવાતા નથી. નાના શ્રમીકો રેંકડી લારીના ધંધાર્થીઓને પોતાના પરીવાર માંડ માંડ ભરણ પોષણ કરતા તેમના સ્‍વમાન પર ઘા કરી છાશવારે રોજીરોટી છીનવા નગર પાલીકાના સ્‍ટાફ પર દબાણ લાવી નાના ધંધાર્થીઓને ધંધો ન કરવા દેવાની વૃતી. વર્તમાન ધારાસભ્‍ય  પણ આ બધુ જાણતા હોવા છતા આંખ આડા કાન કરી રક્ષણ કરવુ પાલીકાનો કથળેલ વહીવટ પણ સુધારવા માટે સરકારશ્રીમાં રજુઆત થાય તો પણ આગળ કાર્યવાહી થાય નહી તેવો લોકચર્ચીત વાતો નિયમ ભંગ કરવો. કાયદાની અવગણના કરવી તે જાણે ગરથુથીમાં જ વણાય ગયેલ હોય તેમ જણાય છે. અરબી સમુદ્ર કિનારે ભાગતા મોજાથી ર૦૦ મીટર ૩૦૦ મીટરની ત્રિજયામાં સીઆરઝેડ પર્યાવરણના નિયમો કાયદો લાગુ છે તેમ છતા ચોપાટી પર સી મોલ બનાવવા લોકવિરોધ હોય તેમજ કાયદા અને નિયમનો પ્રસ્‍થાપીત સિધ્‍ધાંત અને અમલમાં હોવા છતા પણ નિયમ કાયદાની અવગણના કરી સી મોલનું ખાતમુહુર્ત માટે થનગનાટ ચર્ચીત હકિકત અવૈદ્યતા રહી છે.

 ઘશર આંગણાનો સળગતો પ્રશ્ન છે કે ખીજદડી પ્‍લોટ આદી અનાદીકાળથી દેશી રજવાડા એડમીનીસ્‍ટ્રેટર શાસન આઝાદી પછી સૌરાષ્‍ટ્ર રાજય આજ દિન સુધી સરકરી રેકર્ડ પર અનામત પ્‍લોટ ચોમાસાના ઉપરવાસમાંથી લોકમાતામાં આવતા પુરોન પ્રવાહ અસ્‍માવતી નદી ખાડી-કર્લીવાડી દ્વારા મોકરથી છાંયા પોરબંદર સુધી રણમાં સંગ્રાહય છે અને રણ ઓવરફલો થતા વધારાનું પાણી ઉપરથી તેમજ ગરનાળા દ્વારા ખીજદડી પ્‍લોટ મેદન સચવાય છે નાનુ તળાવ બને છે. ખીજદડી પ્‍લોટ ઓવર થતા સાંઢીયા ગટ્ટર દ્વારા કર્લીનવાડી (અસ્‍માવતી નદી) બોખીરા જયુબેલી થઇ જુની એસીસી બંદર અસ્‍માવતી બારા સમુદ્રમાં સમાય છે. આજે ખીજદડી પ્‍લોટ અનામતમાં નગર પાલીકા બગીચો બનાવી રહી છે. જાગૃત નાગરીકોએ પોતાની શકિત પ્રમણે જાગૃતી દાખવી અવાજ રજુ કરે છે. વિરોધ કરે છે તેને વાચા આપવામાં કોંગ્રેસે પારોઠ પગલા ભરે છે. સને ૧૯૮૩ ની તા.રર જુનની પરિસ્‍થિતિનો અનુભવ છે. પરંતુ સાચી વાત કોંગ્રેસના મોભીને સ્‍વીકારવી નથી. પોરબંદર શહેર ઉપનગર છાંયાની અઢીથી ત્રણ લાખ નાગરીકોની સલામતીનું રક્ષણ કરવા અવાજ ઉઠાવવો નથી.

બીજી તરફ આમ આદમી પાર્ટી કાઠુ કાઢી રહી છે અને લોકમાનસ મતદારો આ દિશામાં વિચારી રહેલ છે. તેમણે બે શસ્‍્‌રો લોકસ્‍પર્શી આપ્‍યા છે એક જો તેમની સરકાર આવશે વિજબીલમાં મોટી રાહત આપશે બીજુ શિક્ષણ સ્‍તર સુધરવાનું એટલુ જ કથળેલ સરકારી વહીવટ સુધરવા દિલ્‍હી મોડેલ તરફ નિદિષ્‍ટ કરે છે. પંજાબ આ આદમી પાર્ટીની સરકાર સતા સ્‍થાનમાં આવી તો વચન પ્રમણે સતા ગ્રહણ કર્યા પછી એક માસમાં આપેલ વચનનો અમલ કર્યો અને બીજા પણ કાર્યવાહીની શરૂઆત વહીવટ સુધારણા કરી પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકાર કાર્યરત તો બની પરંતુ સ્‍થાનીક સ્‍વરાજ સંસ્‍થા નગર પાલીકામાં સંપુર્ણ બહુમતીથી નગર પાલીકા પણ કબ્‍જે કરી તેની અસર અહી સ્‍થાનીક લોકોની પ્રબુધ્‍ધ નાગરીકોની ચર્ચા પરથી જાણી શકાય છે.

(1:16 pm IST)