Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd August 2022

પોરબંદરમાં દરરોજ ૧ હજાર લમ્પીગ્રસ્ત ગૌધનને પૌષ્ટિક લાડુ આપવાનો સેવાયજ્ઞ

હેલ્થ એજયુકેશન ટ્રસ્ટ દ્વારા દાત્તાઓના સહયોગથી સરાહનીય કાર્ય : લમ્પીગ્રસ્ત ગૌધન લીલુ કે સુકું ઘાસ ખાય શકતા નથી જેનાથી ગૌધન કમજોર પડીને મૃત્યુ સુધી પહોંચી જાય છે લમ્પીગ્રસ્ત ગૌધનને પોક્ષણક્ષમ હળદર સાથેના લાડવા ખવડાવવામાં આવે તો સહેલાયથી આરોગી શકે

પોરબંદર, તા.૩: દરસેજ ૧૦૦૦ જેટલા લમ્પીગ્રસ્ત ગૌધનને પૌષ્ટિક લાડુ આપવાનો સરાહનીય સેવાયજ્ઞ શરૃ થયેલ છે.

શહેરમાં લમ્પીવાચરસ ફેલાઇ રહ્યો છે અને ઝૂંડાળા, કડીયાપ્લોટ, મીલપરા, છાયા વગેરે વિસ્તારમાં લમ્પીગ્રસ્ત અસંખ્ય પશુઓ રસ્તે રઝળી રહ્યા છે ત્યારે શહેરની સામાજિક સંસ્થા હેલ્થ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા પશુ તબીબના માર્ગદર્શન નીચે બીમાર ગૌધનને વહેલા સાજા કરવા પૌષ્ટિક લાડુ આપવામાં આવી રહા છે. દરરોજ ૧૦૦૦ જેટલા પશુઓને ભોજન આપવામાં આવી રહ્યું છે. મોટી સંખ્યામાં દાતાઓ સહકાર આપી રહ્યા છે. હેલ્થ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા લમ્પી વાચરસગ્રસ્ત ગૌધનને એસ.એસ.સી. કોલોનીમાં પૌષ્ટિક લાડુનું ભોજન આપવામાં આવી રહ્યું છે. ટ્રસ્ટના ચેરમેન રામદેવભાઇ મોઢવાડીયા અને તેમની ટીમે ગૌધનની વહેલી તકે સ્વસ્થતા માટે પણ પ્રાર્થના કરી હતી.

પોરબંદર હેલ્થ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના ચેરમેન રામદેવભાઇ મોઢવાડીયાએ થોડા દિવસ પહેલા કડીયા પ્લોટ, મીલપરા, ઝુંડાળા વગેરે વિસ્તારમાં જઇને લમ્પીગ્રસ્ત પશુઓ જોવા ગયા ત્યારે જાણવા મળ્યું કે, લમ્પી વાયરસનો શિકાર થયેલ ગૌધન આ વાચરસમાંથી રીકવર થાય ત્યારે તેઓને મોઢામાં ચાંદા પડવાથી લીલુ કે સુકું ઘાસ ખાઇ શકતા નથી. જેનાથી ગૌધનને અશકિત અને કમજોર પડી જવાને કારણે ધીમે ધીમે મોતના મુખ સુધી પહોંચી જાય છે પરંતુ જો આ પ્રકારના ગૌધનને પોષણક્ષમ હળદર સાથેના લાડવા ખવડાવવામાં આવે તો તેઓ સહેલાઈથી આરોગી શકે.

એસએસસી ગ્રાઉન્ડ ભીમેશ્વર મહાદેવ મંદિર ખાતે આ મહાઅભિયાન શરૃ કરવામાં આવ્યું છે. આ કાર્યમાં ભીમેશ્વર મહાદેવ મદિર મહિલા સત્સંગ મંડળ, બાબુજતિબાપુના આશ્રમના સેવક ગણ અને શહેરના જીવદયા પ્રેમીઓનો સહયોગ સાંપડી રહ્યો છે. જુદા જુદા વિસ્તારમાં ગૌધનને લાડવા પહોંચાડવા માટે મેરૃભાઇ પરબતભાઇ મોઢવાડીયા દ્વારા નિઃશુલ્ક વાહન વ્યવસ્થા પૂરી પાડવામાં આવી રહી છે. દરરોજ ચાર કલાક સુધી ચાલતી વિતરણ વ્યવસ્થા છે.

પોષણક્ષમ લાડવા બનાવવાના રસોડું શરૃ કરવા માટે સૌ પ્રથમ અર્જુનભાઇ મોઢવાડીયા દ્વારા લાડવાનો કાચો સામાન જેમાં ઘઉંનો લોટ, ગોળ, સીંગતેલ, હળદર વગેરે ચીજવસ્તુઓનો સમાવેશ થાય છે. આ સેવાયજ્ઞ માટે દાતાઓ દ્વારા દાનની સરવાણી પણ શરૃ થઇ છે. જેમાં એક દિવસ માટેના લાડવાના દાતાઓ માટે મોઢવાડાના રાજસીભાઇ પરબતભાઇ મોઢવાડીયા અને રૃડીબેન રાજસીભાઇ મોઢવાડીયા પરિવાર (સૌજન્યઃ ધ્રુવ અર્થમુવર-અમદાવાદ) તરફથી અનુદાન જાહેર કરવામાં આવ્યું છે. આ કાર્યમાં જોડાવવા માગતા હોય તેઓએ હેલ્થ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના ચેરમેન રામદેવભાઇ મોઢવાડીયાના મો.નં.૯૮૨૫૨ ૧૦૧૩૭ ઉપર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.

(1:16 pm IST)