Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd August 2022

પોરબંદરની મેડીકલ કોલેજ માટેની વધુ ૧૦૦ સીટોની ભકતકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીમાં ફાળવણી

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા. ૩ :  પોરબંદરની મેડીકલ કોલેજ માટેની વધુ ૧૦૦ સીટો એમબીબીએસ વિદ્યાર્થીઓ માટે ભકતકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીમાં ફાળવણી કરાય છે.

ધારાસભ્ય બાબુભાઇ બોખીરીયાની કેન્દ્રમાં સફળ રજુઆત બાદ પોરબંદરમાં મેડીકલ કોલેજ કાર્યરત થઇ રહી છે. આ મેડીકલ કોલેજ માટેની વધુ ૧૦૦ સીટ ભકતકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીમાં ર૦રર-ર૩ ચાલુ  વર્ષ ફાળવણી કરવામાં આવી છે.

પોરબંદરને મેડીકલ કોલેજ મળે તે માટે ધારાસભ્ય બાબુભાઇ બોખીરીયા દ્વારા કેન્દ્રમાં કરેલી રજુઆતોને સફળતા મળતા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ પોરબંદરની મેડીકલ કોલેજની મંજુરી આપી હતી. ભકત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીમાં પોરબંદરની મેડીકલ કોલેજ માટેની વધુ ૧૦૦ સીટો ફાળવણી કરાય છે.

(2:34 pm IST)