Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd August 2022

જુનાગઢમાં મોબાઇલની ચોરી કરનાર ર ઝડપાયા

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા.૩ : જુનાગઢ રેન્જના ડી.આઇ.જી. મનિન્દર પ્રતાપસિંહ પવાર તથા જુનાગઢ જીલ્લાના પોલીસ અધિક્ષક પોલીસ અધિક્ષક પ્રદિપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ મોબાઇલ ચોરનાર પ્રેમભાઇ સોલંકી જાતે દે.પુ. ઉ.ર૦ રહે. જુનાગઢ કામદાર સોસાયટી ગરબી ચોક પાસે અને દિવાની ઉર્ફે ડાડો બકુલભાઇ ઝાલા જાતે દે.પુ. ઉ.રર રહે. કામદાર સોસા.ખવાસ હાનીની વાડી પાસે જુનાગઢમાંથી ઝડપી પાડેલ છે.

આ કામગીરી ભવનાથ પોલીસ સ્ટેશનના પો.સ.ઇ. એમ.સી.ચુડાસમાં તથા એ.એસ.આઇ. રામદેભાઇ બામણોટીયા એચસી. રાજુભાઇ ઉપાધ્યાય, યુસુફભાઇ સીડા તથા પી.સી. સંદિપભાઇ વાઢીયા, કૌશીકભાઇ ડાકી, રાજુભાઇ ગરચર, અશ્વિનભાઇ મકડીયા વિગેરે એ કરેલ છે.

(2:35 pm IST)