Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd August 2022

ગોંડલ યાર્ડના કમિશન એજન્‍ટ ખુશાલ નાકરાણીનો તળાવમાં ઝંપલાવી આપઘાત

ગોંડલ પંથકમાં આપઘાતનો સિલસિલો યથાવત : વધુ એક યુવાને જીવાદોરી ટૂંકાવી : અઢી માસ પૂર્વે જ લગ્ન થયા'તા : આધારસ્‍તંભ યુવાનના અકાળે મોતથી અરેરાટી

(જીતેન્‍દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ તા. ૧૩ : ગોંડલᅠ પંથકમાં યમરાજાએ ડેરા તંબુ તાણી પડાવ નાખ્‍યો હોય તેમ રોજિંદા આપઘાતના બનાવો બની રહ્યા છે. છેલ્લા બે અડવાડીયામા આત્‍મહત્‍યાની અગીયાર ઘટનાઓ બની હોય અને વધુ એક યુવાને તળાવમા જંપલાવી જીવાદોરી ટુકાવી શહેરના મોહનનગરમાં રહેતા ઘરના આધાર સ્‍તંભ સમાન યુવાને વેરી તળાવમાં ઝંપલાવી આપઘાત કરી લેતા અરેરાટી વ્‍યાપી જવા પામી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ શહેરના જેતપુર રોડ પર સાંઢીયા પુલ પાસે આવેલ મોહનનગરમાં રહેતા અને માર્કેટિંગ યાર્ડમાં કમિશન એજન્‍ટ નું કામ કરતા ખુશાલ પરબતભાઈ નાકરાણી (ઉંમર વર્ષ ૨૫ )એ કોઈ અગમ્‍ય કારણોસર વેરી તળાવમાં ઝંપલાવી આપઘાત કરી લેતા સીટી પોલીસના હેડ કોન્‍સ્‍ટેબલ હાર્દિકભાઈ કેરડીયા સહિતનાઓએ સ્‍થળ પર દોડી જઇ તપાસ હાથ ધરી હતી. વેરી તળાવના પાણીમાંથી યુવાનના મૃતદેહને બહાર કાઢી પીએમ માટે સરકારી દવાખાને ખસેડવામાં આવ્‍યો હતો.

ખુશાલ નાકરાણીના આપઘાતના પગલે સરકારી દવાખાના ખાતે બહોળી સંખ્‍યામાં તેના સગા વહાલાઓ મિત્ર મંડળો એકઠા થઈ ગયા હતા. જેમાં ચર્ચાઈ રહ્યું હતું કે ખુશાલ માર્કેટિંગ યાર્ડમાં કમિશન એજન્‍ટ નું કામ કરી રહ્યો હોય ગાંધીધામની કોઈ પાર્ટી દ્વારા મોટું પેમેન્‍ટ અટકાવી રાખવામાં આવતા છેલ્લા કેટલાક દિવસથી ખુશાલ આર્થિક સંકળામણ અનુભવી રહ્યો હતો અને તેને આપઘાત કરતા પહેલા પત્‍ની અને મિત્રો જોડે મોબાઈલ ફોનમાં વાત પણ કરી હતી એક બે મિત્રોને એવો પણ ફોન કર્યો હતો કે વેરી તળાવે તેનું બાઈક બંધ પડી ગયું છે તેને મદદની જરૂર છે તેથી એક બે મિત્રો વેરી તળાવે પહોંચ્‍યા ત્‍યારે ત્‍યાં માત્ર બાઈક અને મોબાઈલ જ પડ્‍યા હતા અને મિત્રોને કંઈક અજુગતું થયું હોવાનો ભાસ થતાં અન્‍ય મિત્રો સગા વહાલાઓ અને પોલીસનેᅠ જાણ કરી હતી.

ખુશાલ નાકરાણીના લગ્ન બે અઢી માસ પહેલા જ થયા હતાᅠ બે ભાઈ અને બે બહેનના પરિવારમાં ઘરના આધાર સ્‍તંભ સમાન મોટા હતા અને બે બહેનોને સાસરે પણ વળાવી આપી છે ત્‍યારે અકાળે ખુશાલે જીવનનો અંત આણી લેતા પરિવાર શોકમગ્ન બની જવા પામ્‍યો હતો.

(1:18 pm IST)