Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd August 2022

ગોંડલના મોવિયામાં ટાંકામાં પડી જતા હસમુખભાઇ જાદવનું મોત

(જીતેન્‍દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ તા. ૩ : ગોંડલ તાલુકાના મોવિયામા પોતાના ઘરે પાણીના ટાંકામા પડી યુવાને આત્‍મહત્‍યા કર્યાની ઘટનામા બનાવ આત્‍મહત્‍યા નહી પણ આકસ્‍મિક રીતે પડી ગયાનુ ખુલવા પામ્‍યુ છે.

તાલુકા પોલીસના મોવીયા બીટ જમાદાર જીતુભાઈ વાળાએ જણાવ્‍યું હતું. મોવિયા રહેતા હસમુખભાઈ ત્રીકમભાઇ જાદવ ફળીમા રહેલી પાણીની ટાકીમાંથી પાણી ભરી રહ્યા હતા ત્‍યારે આકસ્‍મિક રીતે ટાકીમા ગબડી જતા ડુબી જતા તેનુ મોત નિપજયુ હતુ. હસમુખભાઈને દશ વર્ષ પહેલા પાડોશી સાથેની માથાકૂટમા થયેલી માથાકૂટમાં માથામાં ગંભીર ઇજા થતા અડધુ અંગ ખોટુ થઈ જતા પેરેલીસીસ થયુ હોય પાણી ભરતી વેળા ગબડી પડ્‍યા હતા. બનાવ વાળા તેઓ ઘરે એકલા જ હતા. આ બનાવ આત્‍મહત્‍યા નહી આકસ્‍મિક મોતની ઘટના હોવાનુ જણાવ્‍યુ હતું.

(1:19 pm IST)