Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd August 2022

ટંકારાની ઘરફોડ - બાઇક ચોરીમાં બે વર્ષથી વોન્‍ટેડ રીઢો તસ્‍કર પકડાયો

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી તા. ૩ : ટંકારામાં છેલ્લા બે વર્ષર્થી ઘરફોડ ચોરી અને બાઈક ચોરીના ગુનામાં નાસતા ફરતા રીઢા ચોરને મોરબી પેરોલ ફર્લો સ્‍કવોડે ઝડપી લીધો હતો.

પ્રાપ્ત વિગતો અનુસાર એલસીબી પીઆઇ એમ.આર.ગોઢાણીયાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એન.બી. ડાભી,ᅠએન.એચ.ચુડાસમા,ᅠએ.ડી.જાડેજા સહિતની પેરોલ ફર્લો સ્‍કવોડના પો.હેડ કોન્‍સ. પૃથ્‍વીરાજસિંહ જાડેજા,ᅠદશરથસિંહ ચાવડા,ᅠસહદેવસિંહ જાડેજાને ચોક્કસ બાતમી મળી હતી કે,ᅠટંકારા પોલીસ મથક ખાતે આઇ.પી.સી.કલમ-૩૮૦,૪૫૭ તથા આઇ.પી.સી. કલમ ૩૭૯ મુજબના ગુનાના કામે નાસતો ફરતો મૂળ દાહોદનાᅠᅠમોટા પાવગામનો રહેવાસીᅠᅠઆરોપી કૈલાશ પેનો વસુનીયા ઘરફોડ ચોરી અને બાઈક ચોરીના ગુનામાં બે વર્ષથી ફરાર છે અને હાલ તે લતીપર ચોકડી પાસે છે.ᅠજેના આધારે પોલીસે ઘટના સ્‍થળે દરોડા પાડીને આરોપી કૈલાશને પકડી પાડી ટંકારા પોલીસ મથક ખાતે સોંપીᅠᅠઆગળની કાર્યવાહી હાથ ધરી હતી.

(2:35 pm IST)