Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd August 2022

જેતપુરના વાડાસડા ગામે જુગારના હાટડા ઉપર પોલીસ ત્રાટકીઃ ૭ પત્તાપ્રેમી પકડાયા

(કેતન ઓઝા દ્વારા) જેતપુર તા.૩ : જેતપુરના વાડાસડા ગામે રહેણાંક મકાનમાં ચાલતા જુગારના હાટડા ઉપર તાલુકા પોલીસે રેઇડ કરી ૭ શખ્સોને રૃા.૮પ હજારની રોકડ સાથે ઝડપી લીધા હતા.

તાલુકા પી.આઇ.ટી.બી.જાની, પી.એસ.આઇ.એ.એન. ગાંગણી સ્ટાફના ચેતનભાઇ ઠાકોર, વલ્લભભાઇ બાવળીયા, સુરૃભા ઝાલા, પુષ્પાબેન જોગને સાથે રાત્રી પેટ્રોલીંગમાં નીકળેલ તે દરમ્યાન ચોકકસ બાતમી મળેલ કે વાડાસડા ગામે રહેતો શૈલેષ ચૌહાણ પોતાના રહેણાંક મકાનમાં જુગાર રમાડતો હોય રેઇડ કરતા તીનપત્તીનો જુગાર રમતા ભીખુ કેશુભાઇ ચૌહાણ, કમલેશ સવજીભાઇ પરમાર, રાજેશ હરસુખભાઇ ખટાણા, જેશા પુનાભઇ ડાંગર, બાવલી મેરામભાઇ ખટાણા, રાજુ પોપટભાઇ જેઠવા તથા મકાન માલીક શૈલેષ ભીખુભાઇ ચૌહાણને રોકડા રૃા. ૮પ,પ૦૦ તેમજ મોબાઇલ ૬ રૃા. ૯૦૦૦ મોટર સાયકલ ર,૭૦,૦૦૦ મળી કુલ રૃા. ૧,૬૪,પ૦૦ ના મુદામાલ  સાથે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી કરેલ છ.ે

(1:20 pm IST)