Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd August 2022

મોરબીમાં જુગારની મૌસમ ખીલી : ૪ દરોડામાં ૬ મહિલા સહિત ૨૦ પત્તા ટીંચતા પકડાયા

પીપળી રોડ ઉપર દુકાનમાં ૫, વજેપરમાં ૩, પંચાસર રોડ ઉપર ૬ : અને લાયન્‍સનગરમાં જુગાર રમતી ૬ મહિલા પકડાઇ

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી તા. ૩ : મોરબીમાં જુગારની મૌસમ ખીલી હોય તેમ અલગ-અલગ ૪ દરોડોમાં ૬ મહિલા સહિત ૨૦ પત્તાપ્રેમીઓને પત્તા ટીંચતા ઝડપી લીધા હતા.

પ્રથમ દરોડામાં સીટી બી ડીવીઝન પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે,ᅠચિરાગ રમેશભાઇ સરડવા પીપળી રોડ હરીગુણ બિઝનેસ સેન્‍ટરમાં આવેલ તેના કબ્‍જા વળી લોરીયસ સિરામિક નામની દુકાન નં.૨૮માં જુગારીઓને બોલાવી જુગાર હોય પોલીસે દરોડા પાડી આરોપી ચિરાગ રમેશભાઇ સરડવા, કયુર ઉર્ફે અલ્‍પો નાગજીભાઇ બાવરવા,ᅠબંસી હરગોવિંદભાઇ અધારા,ᅠહસમુખ શાંતીલાલભાઇ દેસાઇ અને જીગ્નેશ નવલભાઇ મેરજાને જુગાર રમતા રોકડા રૂપિયા ૪૩,૯૦૦ અને ગંજીપત્તા સાથે ઝડપી લીધા હતા.

વજેપર નજીક સીટી એ ડિવીઝન પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી. એ સમય દરમિયાન વજેપર શેરી નં.૧૫ ના નાકા પાસે ખુલ્લી જગ્‍યામાં ગીરીશ નારણભાઈ કણઝારીયા,ᅠફારૂક ઈકબાલભાઈ પાયક અને નારણ નરશીભાઈ કણઝારીયા જાહેરમા જુગાર રમતા રોકડા રૂા. ૧૪૦૦ અને ગંજીપત્તા સાથે ઝડપી લીધા હતા.

ત્રીજા દરોડામાં મોરબીના પંચાસર રોડ પર સીટી એ ડિવીઝન પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી. એ સમય દરમિયાન ગીતા ઓઈલ મીલની પાસે જાહેરમાં જુગાર રમતા જુસબ અલ્લારખાભાઈ ચાનીયા,ᅠમુસ્‍તાક ઉર્ફે બાબુ હાજીભાઈ સઈચા,ᅠᅠરફીક તારમામદભાઈ સુમરા,ᅠકાસમ દાઉદશા શાહમદાર,ᅠમુનીર અકબરભાઈ રાઉમા અને શૌકત અલીભાઈ બાંભણીયાને રોકડા રૂા. ૨૧,૨૦૦ સાથે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી કરી હતી.ચોથા દરોડામાં સીટી બી ડીવીઝન પોલીસની ટીમ વીસીપરામાં પેટ્રોલિંગમાં હતી. એ સમય દરમિયાન લાયન્‍સનગર અશોકભાઇ ચાવડાની કેબીન સામે ખુલ્લામાં જાહેરમાં જુગાર રમતા ચેતનાબેન નવીનભાઇ ગુર્જર,ᅠસોનલબેન નવીનભાઇ ગુર્જર,ᅠમનીષાબેન પ્રવિણભાઇ ચુડાસમા,ᅠગીતાબેન વિશ્રામભાઇ ગણતરા જાતે,ᅠજોશનાબેન કાંતીભાઇ દવેᅠᅠઅને જોશનાબેન દિલીપભાઇ સોલગામાને રોકડા રૂા. ૧૬૧૨૦ તથા ગંજીપત્તા સાથે ઝડપી લીધા હતા.

(1:20 pm IST)