Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd August 2022

અમરેલીના ગાવડકા પાસે કાર વૃક્ષ સાથે અથડાતા પતિનું મોત : પત્નિને ઇજા

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી, તા. ૩ : અમરેલી તાલુકાના ગાવડકા ગામથી ૧ કિ.મી. દુર ભૂપેન્દ્રસિંહ પ્રભાતસિંહ ચૌહાણ તેમના પત્ની નિશાબેન તથા તેમના દિકરો મલયસિંહ ત્રણેય પોતાની ફોરવીલ નં. જી.જે. ૧૧એસ રપ૮૬ લઇને જુનાગઢથી અમરેલી તરફ આવતા હોય તા. ર-૮ ના રાત્રીના સુમારે ગાવડકાથી દૂર ભૂપેન્દ્રસિંહ ચૌહાણે પુરઝડપે અને બેફીકરાઇથી કાર ચલાવતા સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા રોડની સાઇડમાં આવેલા ઝાડ સાથે કાર અથડાવી દેતા ભૂપેન્દ્રસિંહને શરીરે મુઢ ઇજાઓ થતા તેમનું ઘટના સ્થળે મોત નિપજયું હતું તેમના પત્ની નિશાબેનને માથામાં તથા શરીરે ઇજા થવાની ફરીયાદ ધર્મેન્દ્રસિંહ શિવરાજસિંહ ચૌહાણએ અમરેલી તાલુકા પોલીસમાં નોંધાવેલ છે.

(2:34 pm IST)