Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd August 2022

અમરેલીના નાના આંકડીયામાં સર્પદંશથી ૧૦ વર્ષના બાળકનું મોત

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી, તા., ૩: તાલુકાના નાના આંકડીયા ગામે શૈલેષભાઇ છગનભાઇ ગામીની વાડીમાં ભાગીયુ રાખેલ  વાડીની ઓરડી પાસે દસ વર્ષનો મુકેશ મગનસિંહ  બગેલ રમતો હતો ત્યારે ઝેરી સાપે દંશ મારતા મોત નિપજયાનું કમલેશભાઇ બગેલે  અમરેલી તાલુકા પોલીસ મથકમાં જાહેર કરેલ છે.

માર માર્યો

રાજુલા તાલુકાના રાજપરડા ગામે મનજીભાઇ મોહનભાઇ સોલંકી અને તેના પત્નીને રવિ હરેશભાઇ સોલંકીને બજારમાં ભુંગળુ વગાડવાની ના પાડતા રવિ હરેશભાઇ સોલંકી, હરેશ સોલંકીએ પાઇપ વડે માથામાં માર મારી ઇજા કરતા પત્ની વચ્ચે પડતા ધક્કો મારી પછાડી ઇજા કર્યાની ડુંગર પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.

ઇજા

દામનગરના નારાયણનગર સંત દેવીદાસની જગ્યા સામે મનુભાઇ ગણેશભાઇ  વસોયા (ઉ.વ.૬૦) પોતાનું બાઇક પુરઝડપે અને બેફીકરાઇથી ચલાવતા સ્લીપ થતા માથામાં ગંભીર ઇજા પહોંચાડી શરીરે નાની મોટી ઇજાઓ કર્યાની પુત્ર નિતીનભાઇ વસોયાએ દામનગર પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.

ઇજા

માચીયાળા ગૌશાળા નજીક એસટી બસ જીજે ૧૮ ઝેડ પ૯૪૪ના ચાલક ભાવેશભાઇ બોચીયાએ પુરઝડપે અને બેફીકરાઇથી બસ ચલાવી નવનીતભાઇ વિનુભાઇ ખેતરીયા ઉ.વ.ર૦ રહે. લાપાળીવાળાના સ્પેલેન્ડર બાઇક જી.જે. ૧૪ એએલ રર૦૧ સાથે ભટકાવી પગમાં ફેકટર કરી શરીરે નાની મોટી ઇજા કર્યાની અમરેલી તાલુકા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.

(2:36 pm IST)