Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd August 2022

ભાવનગરમાં આપ દ્વારા નવરાત્રિના ગરબા પર જીએસટીના વિરોધમાં ગરબા દ્વારા વિરોધ વ્યક્ત કર્યો

IPL જેવી ટુર્નામેન્ટ કરોડોની કમાણી ટેક્સ ફ્રી છે પણ ગુજરાતના માતાજી ના ગરબા ઉપર 18% ટેક્સ નાખીને ગુજરાત ની 6 કરોડ જનતાની આસ્થા સાથે ક્રુર મજાક કરી

( વિપુલ હિરાણી દ્વારા ) ભાવનગર:ગુજરાતની અસ્મીતા અને ઓળખ સમાન માતાજી ના ગરબા ઉપર જે 18%GST ટેકસ નાખવામાં આવ્યો છે એની વિરુદ્ધ માં આમ આદમી પાર્ટી દ્રારા   ભાવનગર માં પણ નિલમબાગ ચોકમાં ગરબા રમી વિરોધ કર્તા પોલિસએ તમામ કાર્યકર્તાઓને ડિટેઇન કર્યા હતા. બાદમાં છોડતા તમામ કાર્યકર્તાઓ રૂપાણી સર્કલ એ ગરબા રમી ફરી વિરોધ્ધ કર્તા પોલિસ ફરી દોડતી થઇ હતી .

રૂપાણી સર્કલના કાર્યક્રમએ શહેરીજનોનુ ખાસ્સુ ધ્યાન ખેંચ્યુ હતુ.  આ સાથે શહેર પ્રમુખએ જણાવ્યુ હતૂ ક  IPL  જેવી ટુર્નામેન્ટ કરોડોની કમાણી ટેક્સ ફ્રી છે પણ ગુજરાતના માતાજી ના ગરબા ઉપર 18% ટેક્સ નાખીને ગુજરાત ની 6 કરોડ જનતાની આસ્થા સાથે ક્રુર મજાક કરી છે .અને આ ટેક્સ દુર કરાવવા આમ આદમી સરકાર પર દબાવ લાવશે
આ કાર્યક્રમ ને સફળ બનાવવા ભાવનગર શહેર પ્રમુખ મહિપાલ સિંહ ઝાલા , યુવા સંગઠન ના પ્રમુખ ભાવિનભાઇ જોષી , મહિલા મોર્ચા ના પ્રમુખ કોમલબેન કોટડિયા એ ભારે જહેમત ઉઠાવી હતી.

 

(7:50 pm IST)