Gujarati News

Gujarati News

News of Monday, 3rd October 2022

ગોંડલ ગરબીમાં બાળાઓના રાસ રમતા સમયે મંડપ પર ચાલે છે બસ

 ગોંડલ : ગુંદાળા રોડ ગબ્‍બર ગરબી મંડળ દ્વારા ૮ વર્ષ થી ગરબી રમાડવામાં આવે છે. ગરબી માં ૪ વર્ષે થી લઈને ૮ વર્ષ સુધી ની ૨૭૦ બાળાઓ ગરબી રમે છ.ે નવમા નોરતે તમામ બાળાઓને લ્‍હાણી વિતરણ કરવામાં આવે છે. ગરબીના મંડપની ઉપર લાઈટ વાળી ૨ નાની ટ્રાવેલ્‍સ બસ મુકવામાં આવી છે જે બાળાઓ રાસ રમતી સમયે મંડપ પર ૨ ટ્રાવેલ્‍સ બસ ફરે છે જે જોવા માટે મોટી સંખ્‍યામાં બાળકો અને લોકો ઉમટે છે. આ ટ્રાવેલ્‍સ બસ  પાવર પર અને રિમોર્ટ કંટ્રોલથી ઓપરેટ થાય છે તે ગરબીમાં  આકર્ષણનું કેન્‍દ્ર બન્‍યું છે.(તસ્‍વીર-અહેવાલ : જીતેન્‍દ્ર આચાર્ય ગોંડલ)

(12:12 pm IST)