Gujarati News

Gujarati News

News of Monday, 3rd October 2022

ભાવનગરમાં ગીર અભ્‍યારણની સ્‍વચ્‍છતા માટે ૧૫૦૦૦ કાપડની થેલીનું વિતરણ

 ભાવનગર : સ્‍વચ્‍છ ભારત અભિયાન અંતર્ગત ગિરનારની લીલી પરિક્રમા સમયે શિશુવિહાર સંસ્‍થાની ૧૫૦૦૦ કાપડ બેગનું વિતરણ કરવામાં આવ્‍યુ હતુ. ગીર જંગલમાં વન સંરક્ષણ અને વન્‍ય પ્રાણીઓના સ્‍વાસ્‍થ્‍ય માટે કાર્યરત wildlife conservation trust ના સહયોગથી આ વર્ષે ગિરનારની લીલી પરિક્રમામાં શ્રદ્ધાળુઓ યાત્રા દરમિયાનની ભોજન સામગ્રી પ્‍લાસ્‍ટિક બેગમાં સાથે ન લઇ જાય તેની કાળજી લેતાં તમામ યાત્રિકોને ભાવનગરથી શ્રમિક બહેનોએ તૈયાર કરેલ ૨૦ ઇંચ થી ૧૪ ઇંચની કાપડની થેલીઓ રીપ્‍લેસ કરી આપવામા આવશે.આ પ્રસંગે  સંસ્‍થા પરિસરમાં શિશુવિહાર સંસ્‍થાનાં પ્રમુખ રાજેન્‍દ્રભાઈ દવે ,  પત્રકાર  બકુલભાઈ ચાતુર્વેદી , સંસ્‍થાનાં મંત્રી ડૉ નાનકભાઈ ભટ્ટની ઉપસ્‍થિતિમાં રાજકોટ wildlife conservation trust નાં શીતલબહેનને વિતરણ કરવામાં આવ્‍યુ હતું.(તસ્‍વીર-અહેવાલ : મેઘના વિપુલ હિરાણી ભાવનગર)

(12:15 pm IST)