Gujarati News

Gujarati News

News of Monday, 3rd October 2022

લાઠી કોંગ્રેસ બક્ષીપંચ મોરચાના નવનિયુકત પ્રમુખ વિપુલભાઈ પરમારનો શુભેચ્‍છા કાર્યક્રમ

અમરેલી : લાઠી શહેર કોંગ્રેસ બક્ષીપંચ મોરચાના પ્રમુખ વિપુલભાઈ નંદલાલભાઈ પરમારને બક્ષીપંચ મોરચાના પ્રમુખ બનવા બદલ શુભેચ્‍છા આપવા કાર્યક્રમ યોજાયેલ હતો. આ કાર્યક્રમમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ડી.કે રૈયાણી, જિલ્લા પંચાયત નેતા વિપક્ષ  પ્રભાતભાઈ કોઠીવાળ, જિલ્લા કોંગ્રેસ મહામંત્રી જનકભાઈ પંડ્‍યા, અમરેલી તાલકા કોંગ્રેસ પ્રમુખ મનીષભાઈ ભંડેરી,  જિલ્લા કોંગ્રેસ બક્ષી પંચ મોરચાના પ્રમુખ રમેશભાઈ ગોહિલ,તાલુકા કોંગ્રેસના ઉપપ્રમુખ રવજીભાઈ મકવાણા, બાબરાના લઘુમતી આગેવાન મુસાભાઇ પરમાર સહિતના અગ્રણીઓની વિશેષ ઉપસ્‍થિતિમાં આ સમારોહ યોજાયેલ હતો. આ તકે લાઠી શહેર બક્ષીપંચ મોરચાના પ્રમુખ  વિપુલભાઈનું જિલ્લા પ્રમુખ  ડી.કે.રૈયાણી દ્વારા સન્‍માન કરવામાં આવેલ હતું. જિલ્લા પંચાયત નેતા વિપક્ષ પ્રભાતભાઈ કોઠીવાળ દ્વારા બક્ષીપંચ મોરચાના આવતી વિવિધ જ્ઞાતિઓની સમજ આપી નવનિયુકત બક્ષીપંચ મોરચાના પ્રમુખ વિપુલભાઈને શુભેચ્‍છા પાઠવી હતી. સમગ્ર કાર્યક્રમના આયોજનમાં લાઠી શહેર કોંગ્રેસ સમિતિના ભપેન્‍દ્રભાઈ સી. સેજુ, નગરપાલિકા વિપક્ષ નેતા, કાનભાઈ ગંગાડીયા, નગરપાલિકા સદસ્‍ય લક્ષ્મણભાઈ બઢીયા નગરપાલિકા સદસ્‍ય, દિનેશભાઈ સેજુ અનુ.જાતિ લાઠી શહેર પ્રમખ, ઈમ્‍તિયાઝભાઈ સખીરાણા શહેર ઉપપ્રમુખ, રમેશભાઈ ગોહિલ લાઠી શહેર મંત્રી, અશોકભાઈ ગોહિલ લાઠી શહેર અનુ.જાતિ. મહામંત્રી, નીતિનભાઈ કોટડીયા લાઠી શહેર ઉપપ્રમુખ, મહેન્‍દ્રભાઈ ડેર લાઠી શહેર ઉપપ્રમુખ, અહેમદ શેખ  જિલ્લા આઇ. ટી.સેલ. પ્રમુખ સહિતના અગ્રણીઓ તથા લાઠી શહેર કોંગ્રેસ પ્રમુખ સુરેશભાઈ ગોયાણી વિશેષ ઉપસ્‍થિત રહ્યા હતા.તેમ ડી.કે.રૈયાણીની યાદીમાં જણાવાયેલ છે.(તસ્‍વીર-અહેવાલ : અરવિંદ નિર્મળ અમરેલી)

(12:24 pm IST)