Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd November 2020

સૌરાષ્ટ્રમાં સરદાર વલ્લભભાઇ પટેલની જન્મજયંતિની ઉજવણી : ઉપલેટામાં પ્રતિમા લોકાર્પણ

'રાષ્ટ્રીય એકતા દિન'ની ઉજવણી અંતર્ગત જૂદા જૂદા ગામોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાયા

રાજકોટ તા.૩ : સૌરાષ્ટ્રમાં તા.૩૧ને શનિવારે સરદાર વલ્લભભાઇ પટેલની જન્મજયંતી અંતર્ગત અનેકવિધ કાર્યક્રમો યોજાયા હતા.

ઉપલેટા

(ભરત દોશી દ્વારા) : ઉપલેટા શહેરમાં જીલમીલ ચોક ખાતે ઉપલેટા નગરપાલિકા નિર્મિત મહાન ભારત રાષ્ટ્ર નિર્માણના શિલ્પી અને લોખંડી પુરુષ અને ગુજરાતના પનોતા પુત્ર એવા સરદાર વલ્લભભાઇ પટેલની આજરોજ ૧૪૫ મી જન્મ જયંતી નિમિત્ત્।ે ઉપલેટા નગરપાલિકા દ્વારા રૂપિયા ૭.૦૯ લાખના ખર્ચે પુર્ણ કદની પ્રતિમા મુકવામાં આવી છે.આ પ્રતિમા પંદર દિવસથી તૈયાર હોય પરંતુ સરદાર પટેલની ૧૪૫ મી જન્મ જયંતીના દિવસે જ લોકાર્પણ કરવાનુ હોવાથી આજરોજ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિના દિવસે ખોડલધામ ટ્રસ્ટ - કાગવડના ચેરમેન નરેશભાઈ પટેલના વરદ હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.૩૧ ઓકટોબર, આઝાદ ભારતના પ્રથમ નાયબ વડાપ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલનો જન્મદિન છે. ભારત દેશને જયારે આઝાદી મળી ત્યાર પછી દેશના નાના મોટા તમામ રજવાડાને એક કરવામાં સરદાર વલ્લભભાઈ પટેલે મહત્વનો ભાગ ભજવ્યો હતો. જો તેમણે આ રજવાડાઓને એક થવા માટે સમજાવ્યા ન હોત અને મહેનત ન કરી હોત તો આજે પણ આપણા દેશમાં છે જે એકતા જોવા મળે છે તે જોવા મળતી નહોત. જૂનાગઢના નવાબ દ્વારા પાકિસ્તાનમાં જુનાગઢનો સમાવેશ કરવાની વાત કરતા સરદાર વલ્લભભાઇ પટેલનું લોહી ઉકળી ઉઠ્યું હતુ અને આરઝી હકૂમત વડે જુનાગઢના નવાબને પાકિસ્તાન ભગાડવામા આવેલ. નહિતર જો પાકિસ્તાનમા જુનાગઢનો સમાવેશ કરવામાં આવ્યો હોત તો જુનાગઢ માણાવદર, કુતિયાણામાં અત્યારે ભારત-પાકિસ્તાનની બોર્ડર હોત. સરદાર વલ્લભભાઈ પટેલને લોખંડી પુરુષ તરીકે પણ ઓળખવામાં આવે છે. ભારત સરકારે ૨૦૧૪ માં ૩૧ ઓકટોબરના દિવસને ઙ્કરાષ્ટ્રિય એકતા દિનઙ્ખ તરીકે મનાવવાની જાહેરાત કરી હતી. આ તકે ઉપલેટામાં હોસ્પિટલો, સામાજિક સંસ્થાઓ, શાળાઓ વિગેરે માંથી સૌથી વધારે સ્વચ્છતા રાખતી સંસ્થાઓનું અને અધિકારીઓનુ, સફાઈ કામદારોનુ સન્માન કરવામા આવ્યુ હતુ. લોખંડી પુરુષના ૧૪૫ મી જન્મ જયંતિ નિમિત્ત્।ે યોજાયેલા કાર્યક્રમમાં ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશભાઈ પટેલ, સામાજિક અગ્રણી ડોકટર અરૂણભાઈ પટેલ, ઉપલેટા - ધોરાજીના ધારાસભ્ય લલિત વસોયા, નગરપાલિકા પ્રમુખ દાનાભાઈ ચંદ્રવાડીયા, ઉપપ્રમુખ રણુભા જાડેજા, ચીફ ઓફિસર આર.સી. દવે સહિત નગરપાલિકાના સદસ્યો, શિક્ષણ સમિતિના સદસ્યો,શહેરના દરેક સમાજના પ્રમુખો,સામાજિક આગેવાનો અને શહેરીજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

(11:33 am IST)