Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd November 2020

મોરબી : ફટાકડા ઉપર દેવી દેવતાઓના ફોટાઓનો વિરોધ

મોરબી : અખિલ વિશ્વ ગૌસંવર્ધન પરિષદ દિલ્હી, શિવસેના, વિશ્વ હિંદુ પરિષદ, બજરંગદળ તેમજ ગૌરક્ષા કમાન્ડો સહિતની સંસ્થાઓ દ્વારા ે જીલ્લા કલેકટરને આવેદન પાઠવી જણાવ્યું હતું કે દિવાળીનો તહેવાર નજીક છે જે દિવાળીમાં બજારોમાં ફટાકડા વેચાણ શરુ થઇ ગયેલ છે ફટાકડાના રેપર પર દેવી દેવતાઓ જેમકે હનુમાનજી મહારાજ કે લક્ષ્મીજીના ફોટો લગાવેલ હોય છે જેથી પ્રજાજનોની લાગણી દુભાય છે હાલમાં સરકારના પરિપત્ર મુજબ જો ફટાકડા રેપર પર દર્શાવેલ મુજબ દેવી દેવતાના ફોટોગ્રાફ હોય તો મેન્યુફેકચર તથા દુકાનદાર પર ફોજદારી કાયદાની ૨૯૫ એ મુજબ ગુન્હાને પાત્ર બને છે તેના વિરુદ્ઘ ફોજદારી ગુન્હો બને છે તેમજ ત્રણ વર્ષની સજાની પણ જોગવાઈ છે જેથી ફટાકડા ઉત્પાદકો અને વિક્રેતાઓને તાકીદે સંદેશ પરિપત્ર પાઠવી કાયદાનું પાલન કરે અને છતાં જો તેમાં કસુરવાન ઠરે તો કાયદાકીય પગલા લીન સખ્ત કાર્યવાહી કરવા માંગ કરી છે .કલેકટરને આવેદન પાઠવવા આવેલા કાર્યકરોની તસ્વીર.

(11:34 am IST)