Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd November 2020

તળાજાના પાવઠી વેળાવદરના ખેડૂત પકવે છે ૪૦૦ ગ્રામનું જમરૂખ

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર  તા.૩: શિયાળો તંદુરસ્તી આપતી ઋતુ છે.આ ઋતુમાં આવતા વિવિધ પ્રકારના ફ્રૂટ તંદુરસ્ત આરોગ્ય પ્રદાન કરેછે.

તળાજા ફ્રૂટ ના પીઠમાં ફ્રૂટ ની ઓબેશ આવક શરૂ થઈ છે.

જેમાં ખાસ જમરૂખની આવક વધુ છે.તેમાંય તળાજા પંથકમાં એવા ગામડાઓ છે જયાં ખેડૂતો જમરૂખ ની ખેતી કરેછે.જેમાં એક જમરૂખ વૃક્ષપર જ ચારસો ગ્રામ નું થાય છે.હાલની સ્થિતિએ બટેટાના ભાવ કરતા તળાજામાં ફ્રૂટ ના ભાવ સસ્તા છે. તળાજા ની ફ્રૂટ બજારમાં વહેલી સવારે ઓબેશ ફ્રૂટ ઠલવાય છે. જેમાં હાલ સૌથી વધુ આવક જમરૂખ, સફરજન, કેળાની છે. તળાજા ના ખેડુત બાગાયતી પાકમાં જમરૂખ ની ખેતી કરે છે.જેમાં વેળાવદર અને પાવઠી ગામના બે ખેડૂત એવા છેકે આ ખેડૂત જમરૂખ ની સુધારેલ જાત ની ખેતી કરે છે.આ જમરૂખ ખાવામાં પોચાથાય છે. સાથે એક જમરૂખ ચારસો ગ્રામ નું પણ થાય છે.કિલોમાં માંડ ત્રણ જમરૂખ આવે. જે બારેય માસ આવેછે. જોકે હાલ જમરૂખની ઓબેશ આવક ના કારણે ભાવ ઘટ્યાછે.

બોટાદ અને પાલીતાણા માં પણ જમરૂખનો પાક વધુ હોય અહીંની ફ્રૂટ માર્કેટમાં ત્યાંથી આવે છે. આજે હોલસેલ માર્કેટ જમરૂખ ની ગગડતા ફાયદો ગ્રાહકો અને છૂટક વેંચતા વેપારી ને છે.તેંની સામે ખેડૂતોની દશા ખરાબ છે. સફરજન, સીતાફળ, પોપૈયૂ, અનાનસ,ચીકુ,કેળાની સારી આવક છે.મોટાભાગના ફ્રૂટ ૧૫થી ૬૦ રૂપિયા ના કિલો છે.

હોલસેલ સામે બજારમાં ડબ્બલ ભાવે વેચાય છે

તળાજા પાલીતાણા સહિત ફ્રૂટ માર્કેટ માં વેપારી અને ટ્રાન્સપોર્ટેશન સાથે સંકળાયેલા સાદીક લાખાણી નું કહેવું છેકે હોલસેલ ખરીદી સામે બજારમાં છૂટક ડબ્બલ ભાવે વેચાય છે. આજની હોલસેલ માર્કેટમાં જમરૂખ રૂપિયા ૫ થી ૧૨ પ્રતિ કિલો, એજ રીતે સફરજન ૩૦ થી ૬૦, પોપૈયૂ ૨૫, પાયનેપલ નંગ ના ૩૦ થી ૫૦ જે ધોરાજી ,જૂનાગઢ થી આવે છે. સીતાફળ ૧૫ થી ૩૫, મોસંબી ૪૦ થી ૫૦, કેળા ૧૫ થી ૩૦(ડઝનનો ભાવ), ચીકુ ૧૫ થી ૪૦,દાડમ ૨૫ થી ૫૦.

તળાજાના ખેડૂતો એ દાડમડી કાઢી નાખી

તળાજાના ફુલસર,પાવઠી, કોબડી, રાજપરા,મેઢા, કુંઢેલી ના અમુક ખેડૂતો એ દાડમડી કાઢી નાખી. તેના કારણમાં જનાવર ખાઈ ને નુકશાન પહોંચાડતા હોય ખેડૂતો ને નુકશાન થતા દાડમના વૃક્ષ કાઢી નાખેલ છે.

(11:38 am IST)