Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd November 2020

ર૩ વર્ષ પહેલા મીઠાપુરમાં ચોરી કરી ફરાર રાજકોટનો ફકીર દ્વારકા આવતા ઝડપાયો

ખંભમાળીયા, તા. ૩ :  ગત વર્ષ ૧૯૯૭માં મીઠાપુરના રેકડી બજારમાં રેકડીઓના તાળા તોડી અને ચોરી કરી નાશી ગયેલ આરોપી ઇસ્માઇલ સુલેમાન જુલાઇ સંધી રહે. રાજકોટવાળો દ્વારકા ખાતે કબ્રસ્તાનના મુંજાવર અબ્દુલ બાપુને મળવા માટે દ્વારકા ખાતે આવેલ છે અને હાલ દ્વારકા નાગેશ્વર રોડ ઉપર ચાલીને જાય છે તેવી હકિકતના આધારે તપાસ કરતા હોટલ વ્રજ ઇન પાસે હકિકત મુજબનો ઇસમ ચાલીને જતો હોય જેથી તુરત જ તેને રોકી પુછતા પોતે ઇસ્માઇલ સુલમાનભાઇ ગુલાબભાઇ ઉ.વ.૪૯ ધંધો ફકીર (દરગાહમાં મુંજાવર) રહે. રૈયાધાર ફિલ્ટર પ્લાન્ટની પાસે, શ્રી રામાપીરના મંદિરની બાજુમાં રાજકોટ વાળો હોવાનું જણાવતા મજકુરને ચોરી બાબતે પુછપરછ કરતા મજકુર ઇસમ પોતાના મિત્ર વિજય ઉર્ફે ભુરીયો લોહાણા તથા માલો આમ ત્રણેય મિત્રો મળી અને આર્થિક પરિસ્થિતિ ખરાબ હોવાના કારણે ચોરી કરેલાનું કબુલાત આપેલ હતી.

મજકુરને ઓખા મરીન પોલીસ સ્ટેશનના ફર્સ્ટ પાર્ટ ગુન્હા રજીસ્ટર નં. ૭૬/૧૯૯૭ આઇ.પી.સી. કલમ ૪૬૧, ૩૭૯, પ૧૧, ૧૧૪ મુજબના ગુન્હાના કામે અટક કરવાનો હોય સી.આર.પી.સી. કલમ ૪૧(૧) આઇ મુજબ હસ્તગત કરી ઓખા મરીન પોલીસ સ્ટેશનમાં સોંપી આપેલ છે.

ઉપરોકત સમગ્ર કાર્યવાહીમાં એસ.ઓ.જી.ના પોલીસ ઇન્સ્પેકટર જે. એમ. પટેલ તથા પોલીસ સબ ઇન્સ્પેકટર એ.ડી. પરમાર તથા પોલીસ હેડ કોન્સ. હરદેવસિંહ જાડેજા, અશોકભાઇ સવાણી, જિવાભાઇ ગોજીયા, દિનેશભાઇ માડમ, પોલીસ કોન્સ. સુરેશભમાઇ વાનરીયા, કિશોરસિંહ જાડેજા, રોહિતભાઇ થાનકી વિગેરે જોડાયેલ હતા.

(11:39 am IST)