Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd November 2020

સાવરકુંડલા : દેશ ગુલામી અને બેરોજગારી તરફ : વિરજીભાઇ ઠુંમરના આક્ષેપો

(ઇકબાલ ગોરી દ્વારા) સાવરકુંડલા તા.૩ : દેશમાં આજે ગ્રાહક અને વેપારી ના પવિત્ર સંબંધો પણ જોવા નથી મળતા..વિશ્વાસ તૂટી રહ્યો છે,ને વહેવાર વિવાદિત બનતા જાય છે. કચેરીઓ મા પણ પ્રજા અને તંત્ર વચ્ચે પૈસો પરમેશ્વર બન્યો છે.નેતા અને મતદાર,કાર્યકર્તા ના વ્યવહારો પ્રલોભન થી ભરપુર બન્યા છે..

સત્ત્।ા પાસે નાણું એક નંબર નું હોય કે બે નંબર નું પ્રજાના પરસેવા ની કમાણી ના નાણાં સરકારી તિજોરીમાં જાય તે એક નંબર અને તિજોરીમાં જવાના બદલે વ્યવસ્થા મા જાય તે બે નંબર.. કયાંય નાણું સાચું કે ખોટું છાપવામાં નથી આવતું....ર્ં શ્રી ઠુંમર

સરકારી તિજોરીમાં જતા પહેલા બારોબાર ગોઠવણ થાય તે બન્યું બે નંબર..પણ સરકારી વ્યવસ્થામાં ધીરે ધીરે બે નંબર ની વ્યવસ્થા મોટી થતી જાય છે.અધૂરામાં પૂરું તિજોરી માથી નાણું વિકાસ ના માર્ગે વાપરવા જાય ત્યારે પણ ને નંબર મા ફેરવાય છે..બિલ સ્વરૂપે ચેક થી ચુકવણી થાય,છતાં કમિશન નું કાળું નાણું પણ મોટું થતું જાય છે..

ંદેશને ૨૦૦ વર્ષ ની ગુલામી માથી આઝાદ કરાવવા જેણે પ્રયાસ પણ કર્યો તે આ દેશના સાચા રત્નો છે..પરંતુ આજની નેતા ગીરી કે લોક સેવકો ની સરખામણી આઝાદી ના લડવૈયા સાથે કયારેય ન થાય..પોતાનું સર્વસ્વ ન્યોછાવર કરનારા આજે કોઈ નથી.ર્ં

નાના મોટા રજવાડા થી દેશ આઝાદ થયા પછી એક કરવો પણ ખૂબ કઠિન સમસ્યા હતી... ખેડે તેની જમીન નો કાયદો દ્યડવો ને રાજ ની જમીન રૈયત ને સોંપવાનું કામ પણ એવુજ કઠિન હતું... મેળવનાર કરતા છોડ નાર, ગુમાવનાર નું યોગદાન કાઈ નાનીસુનું નથી.

આપણો દેશ દેવાદાર, ગરીબ, બેરોજગાર ને બેકાર બની રહ્યો છે. રાજનેતાઓ પ્રજાના સેવક કયારે બનશે..? આમજ ચાલશે તો ચૂંટાયેલ નેતૃત્વ પણ ભ્રષ્ટ વ્યવસ્થા નું સાથી બની જશે.પ્રજાનો વિશ્વાસ ઘટતાં ઘટતા વિશ્વાસઘાત બની જશે.

   ભારત માતાકી જય આઝાદી અમર રહો જય જવાન જય કિસાન જય હિન્દ મેરા ભારત મહાન જેવા સ્લોગનો ભૂલી લોકો નેતાઓ નો જય જય કાર,અને ભ્રષ્ટ નેતા કે તંત્ર ને આદર સત્કાર આપવા લાગ્યા છે.

કયાં ગયા સ્લોગનો બેટી બચાવો,બેટી પઢાઓ દીકરી દ્યરના આંગણે તુલસી નો કયારોઙ્ખ સવાલ ઉચ્ચ અધિકારીઓ અને ઉચ્ચ નેતૃત્વ સામે ઉઠી રહ્યા છે.નીચેનું તંત્ર કે નેતૃત્વ તો ગુલામ છે.જાહેર જીવન ના મૂલ્યો નું અધૅં પતન થઈ રહ્યું છે.જનતા જનાર્દન નો વિશ્વાસ ડગી ગયો છે.. ભાજપ અને કોંગ્રેસ ના નામે જાણ્યે છાપ અને કાટ રમવા ટેવાઈ ગયો છે તેમ વિરજીભાઇ ઠુંમર ધારાસભ્ય લાઠી બાબરાએ જણાવ્યું છે.

(12:55 pm IST)