Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd November 2020

નખત્રાણાના મોટી વેડહારમાં મારામારી:ભાજપ અને કોંગ્રેસનાકાર્યકરો વચ્ચે બઘડાટી મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો

ભાજપ પર મતદારોને ધમકાવવા અને બળજબરીથી ભાજપમાં વોટિંગ કરાવતા હોવાનો કોંગ્રેસના ચૂંટણી એજન્ટ દ્વારા આરોપ

અબડાસાના નખત્રાણાના મોટી વેડહારમાં મારામારીની ઘટના બની હતી. ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે બબાલ થઈ હતી. ભાજપ પર મતદારોને ધમકાવવાનો કોંગ્રેસના ચૂંટણી એજન્ટ દ્વારા આરોપ કરવામાં આવ્યો હતો. બળજબરીથી ભાજપમાં વોટિંગ કરાવતા હોવાનો આરોપ કોંગ્રેસ દ્વારા મૂકાયો છે. ત્યારે મારામારીની ઘટના બાદ સમગ્ર મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો છે

(1:21 pm IST)