Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd November 2020

સોમનાથ ટ્રસ્ટના વિકાસ કાર્યોમાં ''બાપા''ની મહત્વની ભૂમિકા કેશુભાઇ પટેલ ૧૯૯૮માં બન્યા ટ્રસ્ટી : ર૦૦૪ થી હતા પ્રમુખ

પ્રભાસપાટણ, તા. ૩ :  દેશના પ્રથમ જયોતિર્લીંગ સોમનાથ મહાદેવના દર્શને આવતા યાત્રીઓ અને સામાન્ય લોકોની સુવિધા માટે સદાય ચિંતિત રહેતા ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન સ્વ. કેશુભાઇ પટેલ બાપાએ સોમનાથ ટ્રસ્ટના વિકાસ કાર્યોમાં મહત્વની ભૂમિકા નિભાવી હતી. ૧૯૯૮ માં સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી તરીકે ટ્રસ્ટ સાથે જોડાયા પછી ર૦૦૪ થી તેઓ ટ્રસ્ટના અધ્યક્ષ પદે ચાલુ રહ્યા હતા.

આ સમયગાળા દરમ્યાન તેમણે ૭૩ રૂમ અને ભોજનાલય વાળા લીલાવતી ભવનનું નિર્માણ કરાયું આ અતિથિ ભવન માટે પોતાના પરિવાર તરફથી નાણા ભંડોળ આપીને તેઓ પ્રોજેકટ ડોનર બન્યા હતા. ત્યાર પછી મહેશ્વરી નિર્માણ કરવામાં આવ્યું. યાત્રિઓ પોતાના રૂમમાં બેસીને સાગર દર્શન કરી શકે તે માટેે સાગર દર્શન અતિથિગૃહ બનાવાયું. જેમા઼ ઓડીટોરીયમ હોલ, રેસ્ટોરન્ટ, ગાર્ડન, વગેરે સુવિધાઓ સાથેનું થ્રી સ્ટાર હોટલ જેવું અતિથિગૃહ પણ કેશુબાપાના માર્ગદર્શનમાં દાતાઓના સહયોગથી બન્યુ હતું. 

આ ઉપરાંત સામાન્ય વ્યકિતઓ માટે ઓછા ભાડાની સુવિધા ઉપલબ્ધ કરાવવા માટે ર૦ બેડનું ડોર્મેટરી અતિથી ભવન પટેલ સમાજના સહયોગથી બનાવાયું જેમાં સામાન્ય વ્યકિતને બુંદી, ગાંઠીયાનો પ્રસાદ આપવાનું પણ શરૂ કરાયું. તેમના માર્ગદર્શન હેઠળ વિશાળ પાર્કિંગ અને ગીર ગયાની ગૌશાળા પણ નિર્માણ કરવામાં આવ્યું તેમના જ પ્રમુખ તરીકેના કાર્યકાળમાંૈ મંદિરમાં લાઇટ એન્ડ સાઉન્ડ શો તથા મંદિરને ફરીથી સ્વર્ણજડિત કરવાનું કામ પણ શરૂ કરાયું હતું.

(2:54 pm IST)