Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd November 2020

ગઢડામાં ભાજપના કાર્યકરોએ કોંગ્રેસના એજન્ટને માર માર્યો

ઇજાગ્રસ્ત કાર્યકરને હોસ્પિટલમાં ખસેડાયો : બોગસ વોટિંગ અટકાવતા માર મરાયાનો આરોપ

ગઢડા વિધાનસભાની ચૂંટણીનું મતદાન બપોર સુધી શાંતિપૂર્ણ માહોલમાં યોજાયું હતું. પરંતુ મતદાન પૂર્ણ થવાના સમયે ગઢડા નૂતન વિઘાલયના બુથ પર બોગસ વોટિંગની બાબતે ભાજપ-કોગ્રેસના કાર્યકરો વચ્ચે મારામારી થતા ભારે દેકારો બોલી ગયો હતો, ભાજપના કાર્યકરોએ કોંગ્રેસના કાર્યકરોને શર્ટ ફાટી નાખી ઢીકા પાટુનો માર મારતા કેટલાકને લોહી નીકળવા સાથે ઇજા થઇ હતી. જાહેર માર્ગ પર પોલીસની હાજરીમાં મારીમારી થતાં લોકો ટોળે વળ્યાં હતા બાદમાં પોલીસે મામલો થાળે પાડ્યો હતો.

 કોંગ્રેસના બુથ એજન્ટને માર માર્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. ભાજપના આગેવાનો દ્વારા બોગસ મતદાન કરાતું હોવાનો આક્ષેપ કરી કોંગ્રેસના આગેવાનો રોકવા જતા માર મરાયો હોવાનું પીડિતે જણાવ્યું છે. ગઢડા શહેરના 38 વર્ષીય રમેશભાઈ હમીરભાઈ રાઠોડ ઇજાગ્રસ્ત થતા તેમને ગઢડા રેફરલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. હાલ DySP સહિત સમગ્ર પોલીસ કાફલો હાલ ઘટના સ્થળે પહોંચ્યો છે અને લોકો ના ટોળા એકત્ર થઇ ગયા છે

(10:37 pm IST)