Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd November 2021

જુનાગઢ જિલ્લા સહકારી બેંક ખેડૂતો માટેનું મંદિર આજીવન માટે બની રહેશેઃ જૂનાગઢ જિલ્લા સહકારી બેંકના ચેરમેન તરીકે કિરીટ પટેલ બિન હરીફ ચૂંટાયા

બિનહરીફ વરણી થતા નવનિયુકત ચેરમેન કિરીટ પટેલનું ઉષ્માભેર કરાયું સન્માન

(વિનુ જોષી દ્વારા)જૂનાગઢ,તા.૩:  જિલ્લા સહકારી બેંકની ચેરમેન પદની ચૂંટણી યોજાઈ હતી, પૂર્વ ચેરમેન ડોલરભાઈ કોટેચા જે ખેતી બેન્કના ચેરમેન બનતા ચૂંટણી યોજાઇ હતી, જેમાં બીજા કોઈ ઉમેદવારોએ ઉમેદવારી પત્ર ભરેલ ના હોય જેથી કિરીટ પટેલ ની બિનહરીફ વરણી કરવામાં આવી હતી આ ચૂંટણી પ્રક્રિયામાં નિરીક્ષક તરીકે પ્રદેશ તરફથી રાજકોટના પૂર્વ ધારાસભ્ય અને જૂનાગઢ જિલ્લાના સંગઠન પ્રભારી રમેશભાઈ રૂપાપરા, તેમજ બક્ષીપંચ મોરચાના પ્રદેશ અધ્યક્ષ ઉદયભાઇ કાનગડની ઉપસ્થિતિમાં ચૂંટણી પ્રક્રિયા યોજાઇ હતી.

એ વેળાએ જૂનાગઢ જિલ્લા સહકારી બેંકના ચેરમેન તરીકે નિમણૂક પામેલા કિરીટ પટેલે જણાવ્યું હતું કે ગુજરાત પ્રદેશ જનતા પાર્ટીના યશસ્વી અધ્યક્ષ સી.આર.પાટીલ સાહેબ, ભારત સરકારના સરકાર અને ગૃહ મંત્રી અમિતભાઈ સાહેબ ગુજરાત સરકારના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાહેબ દ્વારા મને જયારે બેંકના ચેરમેન બનવાની તક આપી છે ત્યારે ગુજરાત સરકારના પૂર્વ કેબિનેટ મંત્રી અને પૂર્વ ચેરમેન જસાભાઇ બારડ, સાથે પૂર્વ ચેરમેન અને ખેતી બેંક ના હાલના ચેરમેન ડોલરભાઈ કોટેચા, સાથી ડિરેકટર માણાવદરના ધારાસભ્ય જવાહરભાઈ ચાવડા, સાથે પૂર્વ સિનિયર મંત્રી શ્રી જયેશભાઇ રાદડીયા અને તમામ અમારા જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી દિનેશભાઈ ખટારિયા વાઇસ ચેરમેન મનુભાઈ ખુંટી, તેમજ નવનિયુકત નિમણૂક થઈ એવા જેઠાભાઈ પાનેરા સહિત તમામ ડિરેકટરોનો આભાર માની વધુમાં જણાવ્યું હતું કે, આ બેંક ખેડુતોની સંસ્થા છે ત્યારે આવનારા દિવસોમાં બેંકને અપગ્રેટ કરવા માટેનું પ્રથમ આયોજન રહેશે, બેંક ના સૌ સાથી ડિરેકટરોના પ્રયાસથી ખેડૂતો માટેનું મંદિર આજીવન બની રહે એ માટેના પ્રયાસો રહેશે ખેડૂતો સાથે કદમથી કદમ મિલાવી દરેક નિર્ણય ત્રણેય જિલ્લાના ખેડૂતોના હિત માટે કરવા આજે વચનથી બંધાયા છીએ તેમ નવનિયુકત ચેરમેને જણાવ્યું હતું.

(10:22 am IST)