Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd November 2021

દિવાળીના તહેવારમાં ગોંડલ નગરપાલિકાને ૩૬ લાખના ખર્ચે ૪ ટીપર વાહન આપતી ગુજરાત સરકાર

ગોંડલ, તા.૩: ગુજરાત સરકારે ગોંડલ શહેર ના વધતા વિકાસ અને વિકસિત એરિયા માં સફાઈ માં પોહચી વળવા માટે આજ રોજ ગોંડલ શહેર ને ૩૬ લાખ ના ખર્ચે ૪ ટીપર વાહન આપવામાં આવિયા છે આ ટીપર વાહનનું લોકાર્પણ ગોંડલ ભાજપ યુવા અગ્રણી ગણેશભાઈ ના હાથે કરવામાં આવ્યુ આ પ્રસંગે ગોંડલ નગરપાલિકા ના પ્રમુખ પ્રતિનિધિ સમીરભાઈ કોટડીયા, ઉપપ્રમુખ સંજયભાઈ ધીનોજા, કારોબારી ચેરમેન ઋષિરાજસિંહ જાડેજા , સેનિટેશન ચેરમેન ના પ્રતિનિધિ અનિલભાઈ માધડ,ભાજપ અગ્રણી પૃથ્વીસિંહ જાડેજા,હાજર રહિયા હતા વાહન શાખાના ચેરમેનના જીજ્ઞેશભાઈ ઠુંમરના ખાતામાં વધારે નવા ૪ નવા વાહનોનો ઉમેરો કરવામાં આવ્યો છે. સ્વચ્છ ભારત, સુરક્ષિત ભારતના નારા સાથે ગોંડલ નગરપાલિકા કામ કરી રહી છે.(તસ્વીર, અહેવાલઃ ભાવેશ ભોજાણીઃ ગોંડલ)

(12:49 pm IST)