Gujarati News

Gujarati News

News of Thursday, 3rd November 2022

કાલે ગોંડલના મોવિયા ચૈતન્‍ય સમાધી મંદિરે અન્‍નકુટ

(હરેશ ગણોદીયા દ્વારા) ગોંડલ, તા.૩: સંતશ્રી ખીમદાસબાપુ ચૈતન્‍ય સમાધિ મંદિર મોવિયા ધામ વડવાળી જગ્‍યામાં દેવ ઉઠી અગીયારસને શુક્રવારે અન્‍નકુટ મહોત્‍સવનું આયોજન કરવામાં આવશે. આ પ્રસંગે વર્ષો જુની પરંપરા મુજબ રાજવી પરીવારના જયોતિર્મયસિંહજી ઓફ હવામહેલ ગોંડલ દ્વારા ઠાકોરજીને પ્રથમ થાળ ધરવામાં આવશે તેમજ શાષાોક વિધિ વિધાન મુજબની પુજનવિધી કરશે ત્‍યારબાદ પછીના દીવસથી પુ.મહંતશ્રી ભરતબાપુના આદેશથી છેવાડાના અતી ગરીબ અનેᅠ પછાત વિસ્‍તારના ગરીબ પરીવારના બાળકોને અન્‍નકૂટનો પ્રસાદ વિતરણ કરવામાં આવશે. મંદિર જ એક એવું માધ્‍યમ છે જે સમાજની ગરીબ અને અમીર વચ્‍ચેની ભેદ રેખાને ભુસી નાખે છે. સામાન્‍ય રીતે આખુ વર્ષ અમીર પરીવારના બાળકો તો મીઠાઇ ખાતા હોય છે પરંતુ ગરીબ પરીવારના બાળકોને પણ ઠાકરની કૃપાથી આ અન્‍નકુટ પ્રસાદ નીમીતે સરસ મજાની મીઠાઇ મળે, એજ સાચો અન્‍નકુટ અને એજ સમાધિસ્‍થ સંત ખીમદાસબાપુ આને ભગવાન શ્રી વડવાળા દેવની ચેતનાનો રણકાર છે.

(10:19 am IST)