Gujarati News

Gujarati News

News of Thursday, 3rd November 2022

જુનાગઢ રેન્‍જમાં સુરક્ષા અને કાયદો-વ્‍યવસ્‍થાને લઇ કોઇ બાંધછોડ નહિઃ આઇજી મયંકસિંહ ચાવડા

ર૦૦ર ની બેન્‍ચનાં આઇપીએસ ચાવડાની નિયુકતથી ગુનેગારોમાં ફફડાટઃ ગિરનાર પરિક્રમા રૂટનું જાત નિરીક્ષણ કરી આપી જરૂરી સુચનાઃ રાજકોટ, અમદાવાદ, બરોડા, ગોધરા અને દાહોદમાં પ્રસંશનીય ફરજ

જૂનાગઢ : જૂનાગઢના રોજ આઇજીપી શ્રી મંયકસિંહ ચાવડાએ અકિલાના પ્રતિનિધી વિનુભાઇ જોષીને મુલાકાત આપી કાયદો અને વ્‍યવસ્‍થા અને કામગીરી અંગે વાતચીત કરતા નજરે પડે છે. (તસ્‍વીરઃ મુકેશ વાઘેલા-જૂનાગઢ)

(વિનુ જોશી) જુનાગઢ તા. ૩ :.. જુનાગઢ રેન્‍જમાં સુરક્ષા અને કાયદો-વ્‍યવસ્‍થાને લઇ કોઇ પ્રકારની બાંધછોડ કારણે નહિ તેમ સ્‍પષ્‍ટપણો અને આકારા શબ્‍દોમાં આઇજી શ્રી મયંકસિંહ ચાવડાએ જણાવ્‍યું હતું.

તાજેતરમાં ગૃહ વિભાગે આઇપીએસ અધિકારીઓની બદલી કરી જનતા રેન્‍જના આઇજી તરીકે ર૦૦ર ની બેંચનાં ઓફીસર શ્રી મયંકસિંહ ચાવડાએ નિયુકત કરવામાં આવી છે.

અકિલા-દૈનિક પરિવાર અને  ખાસ કરીને અકિલાના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા સાથે અંગત સંબંધ ધરાવતા નવનિયુકત આઇજી શ્રી મયંકસિંહ ચાવડાએ અકિલા સાથેની ખાસ વાતચીતમાં જણાવ્‍યું હતું કે, જુનાગઢ રેન્‍જ હેઠળનાં વિસ્‍તારોમાં કાયદો-વ્‍યવસ્‍થા તેમજ જાહેર સલામતીનાં મામલે કોઇપણ પ્રકારની કચાશ રાખવામાં આવશે. નહિ એટલુ જ નહિ કોઇપણ ચમરબંધી કે, ગુનેગારને છોડવામાં આવશે નહિં.

જુનાગઢ રેન્‍જના આઇજી તરીકે ફરજનાં શ્રીગણેશ કર્યાનાં બીજા દિવસે શ્રી ચાવડાએ પ્રથમ જયોર્તિલીંગ સોમનાથ મંદિરની મુલાકાત લઇ દાદાનું પૂજન-અર્ચન કરી મંદિરની સુરક્ષા અંગે સમીક્ષા કરી હતી.

ભાવનગર સ્‍ટેટનાં બનાસકાંઠા જિલ્લાના દાતાનાં વતની આઇપી શ્રી મયંકસિંહ ચાવડા પોલીસ વિભાગમાં જોડાયા બાદ ફરજ અને જનસેવા માટે કયારેય પાછુ વાળીને જોવુ નથી.

શ્રી ચાવડાએ વધુમાં જણાવ્‍યુ હતું કે, પોલીસ પ્રજાનો મિત્ર છે અને લોકોને સલામતી મામલે  કોઇ પ્રશ્‍ન કે સમસ્‍યા રહે નહિ તે જોવા રેન્‍જના અધિકારીઓને સુચના આપી છે.

રાજકોટ ખાતે ત્રણ વર્ષ ડીસીપી, નવસારીમાં ત્રણ વર્ષ એસપી તરીકે ફરજ બજાવી ચૂકેલા શ્રી ચાવડાએ પોરબંદરના ડીવાયએસપી તરીકે પણ ફરજ બજાવીને ગુનેગારોને ભોંભીતર કર્યા હતા.

ત્રણ વર્ષ દાહોદ એસપી, અને એક-એક વર્ષ ગોધરા તથા બરોડા રેન્‍જનાં અને ત્રણ વર્ષ ગાંધીનગર રેન્‍જમાં યશસ્‍વી ફરજ બજાવી ચૂકેલા આઇપીએસ શ્રી મયંકસિંહ ચાવડાએ અમદાવાદ ખાતે ડીસીપીનાં ફરજ કાળ દરમ્‍યાન મહાનગરની ટ્રાફીક સમસ્‍યાનાં નિવારણની સાથે ટ્રાફીક નિયમન માટે પ્રસંશનીય કામગીરી હતી.

આઇજી શ્રી મયંકભાઇ ચાવડાને તા. ૪ નવેમ્‍બરથી શરૂ થતી ગિરનાર પરિક્રમના રૂટનું જાત નિરીક્ષણ કરીને જરૂરી સુચના આપી હતી.

સમયની પરવા કર્યા વગર રાત્રીનાં પરિક્રમાના રૂટ પર પહોંચેલા આઇજી શ્રી ચાવડાએ સંતો સાથે પણ વાતચીત કરી હતી. અને તેમની પાસેથી સુચનો મેળવ્‍યા હતા.

અકિલા સાથેની મુલાકાતમાં આઇજી શ્રી ચાવડાએ જણાવેલ કે, પરિક્રમાર્થીઓની સુરક્ષા માટે વિવિધ પ્રકારની ૪૦ રાવટીઓ કાર્યરત કરવામાં આવી છે. જેમાં પોલીસ પોલીસ, વનવિભાગના અને આરોગ્‍ય સહિતનો સ્‍ટાફ વાયરલેસ સેટ અને વોકીટોકી સાથે ખડેપગે રહેશે.

તેમજ પરિક્રમા બંદોબસ્‍ત માટે ૪ હજાર પોલીસ કર્મીઓ, બે હજાર જીઆરડી, હોમગાર્ડ વગેરે તૈનાત રહેશે. તેમજ પાંચ ડીવાયએસપી સાથે પાંચ ઝોનમાં એકશન પ્‍લાન બનાવવામાં આવેલ છે.

(10:23 am IST)