Gujarati News

Gujarati News

News of Thursday, 3rd November 2022

જુનાગઢના સોરઠ ચોકી પાસે ઍમ્બ્યુલન્સની ઠોકરે મજૂર ગંભીર

ઍમપીના મહાદેવને સારવાર માટે રાજકોટ ખસેડાયો

રાજકોટ તા. ૩: જુનાગઢના સોરઠ ચોકી ગામે રહી કારખાનામાં મજૂરી કરતો મુળ મધ્યપ્રદેશનો મહાદેવ થાનસિંગ ભેડીયા (ઉ.૩૦) સાંજે ઘર નજીક રસ્તો ઓળંગતો હતો ત્યારે ઍમ્બ્યુલન્સની ઠોકરે ચડી જતાં ગંભીર ઇજા થતાં જુનાગઢ સારવાર અપાવી રાજકોટ સિવિલમાં ખસેડાયો છે.

મહાદેવને સંતાનમાં ઍક પુત્રી અને બે પુત્ર છે. તેને રાજકોટ ખસેડાયો હોઇ હોસ્પિટલ ચોકીના સ્ટાફે જુનાગઢ તાલુકા પોલીસને જાણ કરી હતી.

(11:05 am IST)