Gujarati News

Gujarati News

News of Thursday, 3rd November 2022

ઝૂલતો પુલ ! ! !

અમથો નથી હું કાંઇ તૂટયો !

જર્જર થઈ ગ્‍યો'તો મારો દેહ તે છતાયે મને ટીકીટે ટીકીટે  લૂંટયો.

અમથો નથી હું કાંઇ તૂટયો !

નહિંતર આ છાતી પર રમતા ને ઝૂલતા પગલાં ને મારે શું વેર ?

કાટ ખાઈ ખાઈને હું કાકલૂદી કરતો પણ સાંભળે તો શેનું અંધેર ?

ઉપરથી રંગ રૂપ બદલ્‍યે શું થાય ? જેનો ભીતરનો શ્વાસ હોય ખૂટયો ?

અમથો નથી હું કાંઇ તૂટયો !

સૌને આવે છે એમ મારે પણ આવેલી પોતાની એક્‍સપાયરી ડેઇટ

આજે સમજાયું તમે કરતાં હતા ને આવા ગોઝારા દિવસનો વેઇટ  ?

મચ્‍છુના પાણીને પૂછો જરાક્‌ જીવ બધ્‍ધાનો કઈ રીતે છૂટયો ?

અમથો નથી હું કાંઇ તૂટયો !

કવિ -કળષ્‍ણ દવે

મો.૯૪૨૬૫૬૩૩૮૮

(11:45 am IST)