Gujarati News

Gujarati News

News of Thursday, 3rd November 2022

ઉનાના પુરાણ પ્રસિધ્‍ધ ગુપ્‍ત પ્રયાગમાં ૪ દિવસીય તુલસી વિવાહ મહોત્‍સવ

આવતીકાલે સાંજે તુલસીવિવાહમાં ઠાકોરજીની જાન રાધાકૃષ્‍ણ ગૌમંદિર દેલવાડાથી ગુપ્‍તપ્રયાગમાં વાજતે ગાજતે આવશેઃ અન્નકુટ દર્શનઃ વિષ્‍ણુયાગ યજ્ઞઃ શનિવારે સર્વજ્ઞાતિય દ્વીતીય સમુહલગ્નમાં ૧૩ નવદંપતીઓ પ્રભુતામાં પગલા માંડશે

(નવીન જોષી દ્વારા) ઉના, તા., ૩: તાલુકાના પ્રાચીન, પુરાણ પ્રસિધ્‍ધ ગુપ્તપ્રયાગ તીર્થધામે  ૪ દિવસનો તુલશી વિવાહ મહોત્‍સવ અને પાટોત્‍સવનું આયોજન કરેલ છે. તુલસીવિવાહ મહોત્‍સવમાં સર્વજ્ઞાતિના દ્વિતીય સમુહ લગ્નોત્‍સવમાં ૧૩ નવ દંપતીઓ લગ્ન ગ્રંથીએ જોડાશે.

ઉનાથી ૭ કી.મી. દેલવાડાથી ર કી.મી. દુર પ્રાચીન, પૌરાણીક તીર્થ ધામ ગુપ્તપ્રયાગ આવેલ છે. જેમાં ભગવાન બળભદ્રજી તથા વિષ્‍ણુનો અવતાર નૃસિંહ ભગવાનની પ્રાચીન મુર્તિવાળુ સુંદર મંદિર આવેલ છે. આ સ્‍થળે ૬૭ મી મહાપ્રભુજીની બેઠક આવેલ છે. ખુદ સ્‍વામીનારાયણ ભગવાને કથા પારાયણ કરી હતી. ગંગા, યુમના, સરસ્‍વતી પવિત્ર કુંડ આવેલ છે.

ગુપ્તપ્રયાગ તીર્થધામમાં બ્રહ્માનંદ વિદ્યાલય ચાંપરડાના સ્‍થાપક અને સભાપતિ શ્રી-પંચ અગ્નિ અખાડા-પ્રમુખશ્રી અખિલ ભારતીય સાધુ સમાજનાં પૂ.સંતશ્રી મુકતાનંદ બાપુના માર્ગદર્શન હેઠળ સંતશ્રી વિવેકાનંદ બાપુ તથા ગુપ્તપ્રયાગ કમીટી દ્વારા ૪ દિવસનો ધાર્મિક ઉત્‍સવ શરૂ થયો છે. વિષ્‍ણુયાગ યજ્ઞનો પ્રારંભ તથા નુતન સ્‍થાપિત મુર્તિનો અભિષેક પુજન, સરસ્‍વતી સ્‍તોત્ર, પુરૂષ શુકભર્યુ.

ત્રીજા દિવસે તા. ૪-૧૧ શુક્રવારે વિષ્‍ણુ ભગવાનને એક હજાર તુલસીપત્ર અને કમળ સહસ્‍તપુજન, શ્રી સુકતનો સ્‍તોત્રપાઠ તથા હોમ બીડા હોમ સાંજે ૪.૦૦ તથા સાંજે ૮.૦૦ કલાકે તુલશી વિવાહ ઉત્‍સવ ઠાકોરજીની જાન વાજતે ગાજતે શ્રી રાધા કૃષ્‍ણ ગૌમંદિર દેલવાડાથી ગુપ્તપ્રયાગ આવશે. તુલસી માતા અને શાલીગ્રામે ભગવાન ઠાકોરજીના વિવાહ સંપન્ન થશે. બપોરે મહાઅન્નકુટ  દર્શન સમુહ મહાપ્રસાદ યોજાશે.

શનીવારે તા.પ મીએ સર્વજ્ઞાતિય બીજા સમુહલગ્ન સવારે ૯ પ્રારંભ જેમાં ૧૩ હિન્‍દુ નવદંપતીઓ શાષાોકવિધીથી લગ્નગ્રંથીએ જોડાશે. એક ઉનાના મુસ્‍લીમ સમાજનાં દુલ્‍હા-દુલ્‍હનને મુસ્‍લીમ રીવાજ મુજબ નિકાહ પઢાવી શાદી કરાવશે. આયોજકો ૧૪ દંપતીઓને ભેટ-સોગાદો આપી વિદાય કરશે.

(11:25 am IST)