Gujarati News

Gujarati News

News of Thursday, 3rd November 2022

કચ્છના મુન્દ્રામાં પ્રાગપર ગામે નવા પોલીસ સ્ટેશનને ખુલ્લું મૂકતાં રેન્જ આઇજી: ૩૫ ગામોનો સમાવેશ

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૩ : મુન્દ્રા તાલુકા ના પ્રાગપર પોલીસ મથકનું લોકાર્પણ કરાયું હતું. પશ્ચિમ કચ્છ જિલ્લા પોલીસ વડા સૌરભસિંઘે સૌ પ્રથમ મોરબી હોનારત માં મૃત્યુ પામેલ લોકો ને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. એસપી શ્રી સિંઘે જણાવ્યું હતું કે, લોકોની સુરક્ષા અને શાંતિ માટે આ નવા પોલીસ મથક નો ઉદઘાટન થયું છે.

 

તેમણે નવા પોલીસ મથક ના નવા અધિકારી ને શુભેચ્છાઓ પાઠવી હતી..

આજે સવારે મુન્દ્રા તાલુકા ના પ્રાગપર ચોકડી થી થોડે દૂર નવા પોલીસ મથક નો રેન્જ આઇજી જે. આર. મોથાલિયા એ રીબીન કાપી ઉદઘાટન કર્યું હતુ. શાસ્ત્રી ચેતન મહારાજે શાસ્ત્રોક્ત વિધિ થી પૂજા કરી હતી.. તતેમની સાથે પશ્ચિમ કચ્છ જિલ્લા પોલીસ વડા સૌરભસિંઘ જોડાયા હતા.. બાદ માં બંને અધિકારીઓ એ નવા પોલીસ મથક ના નવા વિવિધ વિભાગો ની મુલાકાત લીધી હતી..

નવા પોલીસ મથક માં પી.આઈ. ની ચેમ્બર માં રેન્જ આઇજી જે આર મોથાલિયા એ સ્ટેશન ડાયરી માં નોંધ કરી હતી..

કાર્યક્રમ ની શરૂઆત માં મુન્દ્રા પી. આઈ.એ શાબ્દિક પ્રવચન માં જણાવ્યું હતું કે વિકાસ ની તરફ હરણફાળ ભરતા મુન્દ્રા તાલુકા માં પ્રાગપર પોલીસ મથક આજ થી ચાલુ થતા શાંતિ અને સુરક્ષા વધશે.. તેમજ મુન્દ્રા પોલીસ મથક ના ૩૧ ગામો અને કોસ્ટલ પોલીસ મથક ના ૪ ગામો નો પ્રાગપર પોલીસ મથક માં સમાવેશ થયો છે..

તેમણે ઉપસ્થિત રાજકીય સામાજિક મહાનુભાવો અને વિવિધ ગામના સરપંચોને આવકાર આપ્યો હતો.

આ પ્રસંગે રેન્જ આઇજી જે આર મોથાલિયા નું સન્માન એસ પી સૌરભ સિંઘ એ કર્યું હતું..

તેમજ એસ પી સૌરભસિંઘ, નાયબ જિલ્લા પોલીસ વડા આર. ડી. જાડેજા નું સન્માન કરાયું હતું..

આ પ્રસંગે વિવિધ રાજકીય સામાજિક આગેવાનો, વિવિધ ગામના સરપંચો ઉપસ્થિત રહ્યા હતા.. કાર્યક્રમ નું સંચાલન મુન્દ્રા ના ધર્મેન્દ્ર જેસર એ કર્યું હતું...

 

આ પ્રસંગે રેન્જ આઇજી જે. આર. મોથાલિયા એ નવા પોલીસ મથક પ્રસંગે હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી..

નવા પોલીસ મથક થી આમ જનતા માં સેવા અને શાંતિ નો વિશ્વાસ અહીંના અધિકારી પૂર્ણ કરશે.. ઉદ્યોગિક વિકાસ ને જોઈ ને આ નવું પોલીસ મથક કાર્યરત કરાયું છે.. લોકો ની સેવા અને સુરક્ષા માટે નવા પોલીસ મથક નું ઉદ્ઘાટન થયું છે..

આ પ્રસંગે મુન્દ્રા પોલીસ ના મહીપતસિંહ વાઘેલા, સંજયસિંહ જાડેજા, રવજીભાઈ આહીર, જયેન્દ્રસિંહ ઝાલા, જીગ્નેશ અન્સારી, તેમજ સમસ્ત પોલીસ સ્ટાફ એ જહેમત ઉઠાવી હતી.

 

મુન્દ્રા તાલુકા ના પ્રાગપર નવા પોલીસ મથક ના નવા પી આઈ પી વી ગઢવી એ વિધિવત ચાર્જ સંભાળી લીધો છે.

(તસ્વીર: રાજ સંઘવી, મુન્દ્રા)

(12:13 pm IST)