Gujarati News

Gujarati News

News of Thursday, 3rd November 2022

સૌરાષ્‍ટ્ર વૈષ્‍ણવ સમાજ દ્વારા જતીપુરા ખાતે ચાલતા ભાગવત સત્‍સંગ મહોત્‍સવમાં મૌન રાખી શ્રધ્‍ધાંજલી અર્પણ કરી

ચુંદડી મહોત્‍સવ - છપ્‍પન ભોગ - રૂક્ષ્મણી વિવાહ પ્રસંગો ઉજવાયા

(કેતન ઓઝા દ્વારા) જેતપુર તા.૩ : વૃજભુમી જતીપુરા ખાતે ગીરીરાજજીના સાનિધ્‍યમાં સૌરાષ્‍ટ્ર વૈષ્‍ણવ સમાજ દ્વારા વલ્લભકુળ આચાર્યશ્રી ક્રુંજેશકુમારજી મહોદયના વ્‍યાસાસને શ્રી કૃષ્‍ણકુમારજી મહોદયની પ્રેરણાથી ચાલતા શ્રીમદ ભાગવત સત્‍સંગ મહોત્‍સવના પ્રારંભથી જ વૈષ્‍ણવ બહોળી સંખ્‍યામાં લાભ લઇ રહયા છે. વિધાનો, પંડિતો, શાષાીજી, પુરોહીતજી, ચતુર્વેદી સમાજની ઉપસ્‍થિતિમાં વિશ્રામ ઘાટ ખાતે અલૌકિક ચુંદડી મનોરથ, સુરભીકુંડ કે જયાં કૃષ્‍ણભગવાને છપ્‍પન ભોગ કરેલ ત્‍યાં શ્રી ગરીરાજ શ્રીને છપ્‍પન ભોગ ધરાવવામાં આવેલ. તેમજ રૂક્ષ્મણી વિવાહનો પ્રસંગ ખુબ ધામધુમ પુર્વક ઉજવાયો હતો.

મોરબીમાં પુલ દુર્ઘટનાથી હતભાગી થયેલ દિવંગત આત્‍માઓને શ્રધ્‍ધાંજલી અર્પણ કરવા આચાર્યશ્રી દ્વારા તમામ શ્રોતાઓને બે મીનીટ મૌન રાખી શ્રધ્‍ધાંજલી અર્પણ કરી હતી. સત્‍સંગ મહોત્‍સવને સફળ બનાવવા અશોકભાઇ રાદડીયા, રાજુભાઇ હિરપરા, કિશોરભાઇ ભાલારા, હરસુખભાઇ ટોપીયા, મેહુલભાઇ જાગાણી સહિતના જહેમત ઉઠાવી રહયા છે.

(1:11 pm IST)