Gujarati News

Gujarati News

News of Thursday, 3rd November 2022

પોરબંદરમાં જીજ્ઞેશ મેવાણીની આવતીકાલે અલગ અલગ ૩ જાહેર સભાઓ : દલિતો પીડિતો સાથે સીધો સંવાદ કરશે

ત્રણેય જાહેર સભાઓમાં જીજ્ઞેશ મેવાણી સાથે અર્જુનભાઇ મોઢવાડિયા સંબોધન કરીને દલિત સમાજના અધિકારો વિશે જાણકારી આપશે

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા.૩: દલિત સમાજના યુવા નેતા જીજ્ઞેશ મેવાણીની આવતીકાલે શુક્રવારે અલગ-અલગ ૩ જાહેર સભાઓ યોજાશે. જીજ્ઞેશ મેવાણીની આ ત્રણેય જાહેર સભાઓ ચુનાના ભઠ્ઠા વિસ્‍તાર, કડિયા પ્‍લોટ તથા છાંયા, ભીમરાવ ચોક વારાફરતી યોજાશે.

આ જાહેર સભાઓમાં જીજ્ઞેશ મેવાણી સાથે અર્જુનભાઇ મોઢવાડિયાને સંબોધન કરશે.

દલિત સમાજના યુવા નેતા અને વડનગરના ધારાસભ્‍ય જીગ્નેશ મેવાણી દલિત અધિકાર સત્‍યાગ્રહમાં હાજરી આપશે, પોરબંદર કોંગ્રેસ આયોજિત સભામાં હાજરી આપશે. અલગ-અલગ ૩ વિસ્‍તારમાં સભા યોજાશે. ચુનાના ભઠા પાસે, કડિયા પ્‍લોટ અને છાંયા ભીમરાવ ચોક ખાતે સભાઓ થશે. જીગ્નેશ મેવાણી રાષ્‍ટ્રીય સ્‍તરે ચળવળ કરતા યુવા નેતા છે.. હમેંશા વંચિતો/પીડિતો લોકોનો અવાજ બનીને તેમના માટે લડાઈ લડતા રહ્યા છે, તેઓ પોરબંદર ખાત ે- સમાજના લોકો વચ્‍ચે જઈ તેમના પ્રશ્‍નો સાંભળશે.

ગુજરાત કોંગ્રેસ સમિતિ દ્વારા દલિત સમાજ માટે ગુજરાતમાં સરકાર બનતા જે દલિત અધિકારો આપવામાં આવશે તેમને લોકો સુધી જીગ્નેશ મેવાણી મારફત જણાવવામાં આવશે, જેમાં ઘર વિહોણા લોકોને ઘર આપવામાં આવશે અને રહેવા માટે,ખેડવા માટે થતા અંતિમક્રિયા માટે જમીનોની ગામે ગામ ફાળવણી, પ્રત્‍યેક વ્‍યક્‍તિને ૧૦ લાખ સુધી મફત આરોગ્‍યની સુવિધા, દલિત સમાજની વસ્‍તી મુજબ એસ.સી સબ પ્‍લાન એકટ બજેટની ફાળવણીનો સમાવેશ થાય છે.

વડગામના યુવા ધારાસભ્‍ય જીગ્નેશ મેવાણી શુક્રવાર અને તા.૪ના રોજ પોરબંદર આવી રહ્યા હોય પોરબંદર જીલ્લા કોંગ્રેસ દ્વારા પોરબંદરમાં ચુનાના ભટ્‍ઠા. પાસે તેમજ કડિયા પ્‍લોટ ખાતે તેમજ છાયા ભીમરાવ ચોક ખાતે અલગ અલગ ત્રણ જાહેર સભાનું આયોજનન કરવામાં આવ્‍યું છે જે સભાઓને દલીત યુવા નેતા જીગ્નેશ મેવાણી અને ગુજરાત વિધાનસભા વિરોધપક્ષના પૂર્વ નેતા અર્જુનભાઈ મોઢવાડિયા સભાને સંબોધશે જેમાં સૌ દલિત ભાઈ - બહેનો અને યુવાનો તેમજ પોરબંદર કોંગ્રેસ દ્વારા જાહેર આમંત્રણ એક યાદીમાં પાઠવવામાં આવ્‍યું છે.

(1:12 pm IST)