Gujarati News

Gujarati News

News of Thursday, 3rd November 2022

ધારી શહેર તથા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા ધારીમાં પરિવર્તન સંકલ્‍પ યાત્રા સંમેલન

પ્રદેશ કોંગ્રેસ સમિતિ તેમજ જિલ્લા કોંગ્રેસ સમિતિની સુચના અનુસાર

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી તા. ૩ : ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિની સુચના અનુસાર ગુજરાત પરિવર્તન સંકલ્‍પ યાત્રાનું આયોજન કરાયું છે ત્‍યારે ગુજરાતની તમામ વિધાનસભા સીટ ઉપર આ કાર્યક્રમનું આયોજન કરાયેલ છે. ત્‍યારે સૌરાષ્ટ્ર ઝોન - ર યાત્રાના કો-ઓર્ડીનેટર યબક સંજયભાઇ અમરાણીના માગદર્શન હેઠળ સોમનાથથી શરૂ કરી આ યાત્રા આજરોજ ધારી મુકામે ધારી શહેર તથા તાલુકા દવારા પરિવર્તન સંકલ્‍પ યાત્રા સંમેલનનું આયોજન કરાયું હતું. આ સંમેલનમાં ભાજપ સરકારની નિષ્‍ફળતાઓ અને દિનપ્રતિદીન રોજીંદા જીવનની વસ્‍તુમાં થતો ભાવ વધારો, સ્‍વાસ્‍થ્‍ય સુવિધાઓની દયનીય સ્‍થિતી, કાયદા અને વ્‍યવસ્‍થાની ખાડે પડેલી પરિસ્‍થિતી તેમજ વારંવાર બનતી દુર્ઘટનાઓને સખ્‍ત શબ્‍દોમાં વખોડી કાઢવામાં આવેલ હતી અને ગુજરાતની પ્રજાને આ ભાજપ સરકારથી મુકિત મેળવવા કોંગ્રેસને વિજય તિલક કરવા થનગની રહી છે ત્‍યારે કોંગ્રેસ પણ પ્રજાના પ્રાણ પ્રશ્‍નોને વાંચા આપવા પ્રજાની સમક્ષ આવી રહી છે.મોરબી મચ્‍છુ નદી પર આવેલ ઝુલતા પુલ તુટવાની દુર્ઘટનાની પણ સચોટ અને ન્‍યાયીક તપાસ થાય તેમજ કસુરદારને ગંભીરમાં ગંભીર સજા મળે તેવી માંગ કોંગ્રેસ પક્ષે કરેલ હતી. આ સંમેલનમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ કાર્ય કારી પ્રમુખ અંબરીશ ડેર,પૂર્વ નેતા વિપક્ષ પરેશભાઈ ધાનાણી,ધારાસભ્‍ય શ્રી વિરજીભાઈ ઠુંમર,ધારાસભ્‍ય પ્રતાપભાઈ દૂધાત, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ડી.કે.રૈયાણી સહિતના કોંગ્રેસના આગેવાનો, હોદેદારો, તાલુકા / શહેર પ્રમુખો તેમજ કાર્યકરો ઉપસ્‍થિત રહયા હતા. તેમજ આ આયોજનને સફળ બનાવવા ધારી તાલુકા કોંગ્રેસ પ્રમુખ રવિભાઇ હિરાણી તથા ધારી શહેર કોંગ્રેસ પ્રમુખ ડી.બી. ભારોલાએ જહેમત ઉઠાવી હતી.

(1:17 pm IST)