Gujarati News

Gujarati News

News of Thursday, 3rd November 2022

દિલ્‍હીમાં રાષ્‍ટ્રીય કક્ષાએ ગોલ્‍ડ સિલ્‍વર મેડલ મેળવનાર વિંછીયા તાલુકાની દિવ્‍યા અને પૂજાનું પાંચાળ વિકાસ બોર્ડ દ્વારા ભવ્‍ય સ્‍વાગત

(ધર્મેશ કલ્‍યાણી દ્વારા) જસદણ, તા. ૩ : પાંચાળ વિકાસ બોર્ડ અને વિંછીયા તાલુકા સમસ્‍ત કોળી સમાજ પ્રમુખ વિનોદભાઈ વાલાણીની આગેવાનીમાં જંગી  રેલી અને અભિવાદન સમારોહ યોજાયો,દરેક પક્ષના રાજકીય અને સામાજીક આગેવાનો સ્‍વાગત રેલીમાં જોડાયા હતા. ગુજરાતનું ગૌરવ  ‘‘પહેલી ખેલો ઇન્‍ડિયા વુમન્‍સ લીગ  ૨૦૨૨'' દિલ્‍હી ખાતે જુડો સ્‍પર્ધા માં ૨૮ કિલો વજન ગ્રુપમાં અનેરી સિદ્ધિઓ મેળવી હતી.દેશભરમાંથી  આવેલ ખેલાડીઓને હરાવી વિંછીયા તાલુકાના વેરાવળની દિકરી દિવ્‍યા સરવૈયાએ ગોલ્‍ડ મેડલ જીતી સિદ્ધિ હાંસલ કરી હતી તેમજ વિંછીયા તાલુકાની મોઢુકા ગામની બીજી દિકરી પૂજા ચારોલીયાએ સિલ્‍વર મેડલ જીતી હતી દિલ્‍હીથી માદરે વતન આવતા વિંછીયા તાલુકાના છાસીયા ગામેથી ડીજે અને દેશ ભક્‍તિના ગીતો સાથે સ્‍વાગત રેલીમાં વતન પ્રેમી લોકો ઉમટી પડ્‍યા હતા અને ઠેર ઠેર રેલીનું સ્‍વાગત કર્યું હતું સમાજ અગ્રણીઓ અને જન પ્રતિનિધિઓએ છાસીયા ગામેથી પ્રસ્‍થાન કરાવી હડમતીયા, ઓરી, વિંછીયા, કંધેવાળિયા, વેરાવળ તેમજ મોઢુકા ગામે અભિવાદન સમારોહ યોજાયો જેમાં પાયાના પથ્‍થર સમા માર્ગદર્શક શિક્ષક પ્રવીણભાઈ પરમાર તેમજ ધીરજલાલ વાલાણી અને કોચ તરીકે ફખરુદીનભાઈ (રાજકોટ ) અને વિશાલભાઈ (અમદાવાદ ) વગેરેએ કાર્યક્રમમાં હાજરી આપી બાળકોને પ્રોત્‍સાહિત કર્યા હતાં  પાંચાળ વિકાસ બોર્ડ અને વિંછીયા તાલુકા સમસ્‍ત કોળી સમાજ આયોજીત સ્‍વાગત રેલી સમારોહમાં પૂર્વ ધારાસભ્‍ય ભોળાભાઈ ગોહીલ વિંછીયા માર્કેટિંગ યાર્ડ પ્રમુખ કડવાભાઇ જોગરાજીયા, પૂર્વ જી.પં. ઉપ પ્રમુખ અવસરભાઈ નાકીયા,જી.પં.સદસ્‍ય અરવિંદભાઈ તલસાણીયા,તા.પં.સદસ્‍ય પ્રવીણભાઈ મીઠાપરા, તા.પં. પ્રમુખ. પ્રિવણભાઇ ગાબુ, શિક્ષણવિદ ખોડાભાઈ ખસીયા, જી. પં.સદસ્‍ય.વિનુભાઈ મેણીયા, કડવાભાઇ ખીહડીયા,દેવશીભાઇ ઝાપડીયા, સરપંચો પ્રાગજીભાઈ ઓળકીયા, દેવરાજભાઇ સરવૈયાં, જેન્‍તીભાઇ ગોહેલ,વાલજીભાઇ મેર, વિનુભાઈ હાંડા,તેમજ રમેશભાઈ સરવૈયાં દિનેશભાઇ વાલાણી અને મોટા પ્રમાણમાં જનમેદની ઉમટી પડી હતી સમગ્ર કાર્યક્રમનું સંચાલન રૂપસંગભાઇ જમોડે કર્યું હતું  રેલી અને સમારોહના આયોજક વિનોદભાઈ વાલાણીએ આભાર વિધી કરી આ તકે સૌનો આભાર માન્‍યો હતો.

(1:17 pm IST)