Gujarati News

Gujarati News

News of Thursday, 3rd November 2022

માળીયા મિંયાણા અને નવાગામમાં વરલીનો જુગાર રમતા બે પકડાયા

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી, તા., ૩: માળીયા પોલીસે વર્લી ફીચરનો જુગાર રમતા બે ઇસમની ધરપકડ કરી છે.

પ્રથમ કિસ્સામાં નવાગામ પાસે ખંડેર મકાનમાં આરોપી રફીક હાજીભાઇ જામને વર્લી ફીચરના આંકડાઓ લખી નશીબ આધારીત પૈસાની હારજીતનો જુગાર રમાડતા રોકડા રૃા. રપ૦ અને સાહિત્ય સાથે ઝડપી લીધો હતો. જયારે અન્ય કિસ્સામાં તળાવની પાળ પાસે જાહેરમાં આરોપી અલાદીન જાકમભાઇ ભટ્ટી વર્લી ફીચરના આંકડા લખી રૃપીયાની હારજીતનો નશીબ આધારીત જુગાર રમાડતા રૃા. ૪પ૦ અને વરલીના સાહિત્ય સાથે ઝડપી લીધો હતો.

(1:19 pm IST)