Gujarati News

Gujarati News

News of Thursday, 3rd November 2022

ઓરવા કંપનીની સાથે ધાંગધ્રામાં કોન્ટ્રાકટના ઘરેથી પણ મહત્વના દસ્તાવેજો ઝપ્ત કરાયા.

પુલ રીનોવેશન કરનાર ધાંગધ્રાના કોન્ટ્રાકટરના ઘરે પણ દરોડા પાડી જરૂરી દસ્તાવેજ અને માહિતી કબજે કરતી પોલીસ

મોરબી ઝૂલતા પુલ દુર્ઘટનાના કેસમાં પોલીસ કોઈ મગનું નામ મરી પાડતી નથી. હાલ આ કેસમાં ઝડપાયેલા ઓરેવા કંપનીના બે મેનેજર અને રીનોવેશન કરનાર ધાંગધ્રાના પિતા – પુત્ર પોલીસ રિમાન્ડ પર છે. પોલીસે આજે આરોપીઓને સાથે રાખી મોરબીમાં ઓરવા કંપની ઉપરાંત ધાંગધ્રામાં કોન્ટ્રાકટના ઘરે સર્ચ ઓપરેશન કરીને મહત્વના દસ્તાવેજો કબ્જે કર્યા છે.
મોરબીની ગોઝારી પુલ દુર્ઘટનામાં મુખ્ય જવાબદાર કંપની ઓરવા ગ્રુપના માલિક જ્યસુખ પટેલ સામે રાજકીય ઓથના કારણે પોલીસ ફરિયાદ ન થઈ હોવાનો લોકોમાં જબરો આક્રોશ અને આક્ષેપો વચ્ચે આજે આ ઘટનાની તપાસમાં પોલીસે આરોવા ગ્રુપના મેનેજર દીપક પારેખને સાથે રાખીને ઓરેવા કંપનીમાં તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો અને પોલીસે આરોવા કંપનીમાંથી પુલના કરાર સહિતના મહત્વના દસ્તાવેજ કબ્જે કર્યા હતા. જ્યારે બીજી તરફ પોલીસની એક ટીમે ઝૂલતા પુલનું સમારકામ કરનાર ધાંગધ્રાના કોન્ટ્રાકટ પ્રકાશ લાલજી પરમાર અને દેવાંગ પ્રકાશ પરમાર પિતા – પુત્ર ના ઘરે પણ તપાસ કરી પોલીસ પુલના રીનોવેશનને લગતા મહત્વના ડોક્યુમેન્ટ કબજે કર્યા છે. જોકે પોલીસે દ્વારા અન્ય કોઈ સત્તાવાર વિગતો જાહેર નથી કરી. હાલમાં આ કેસમાં ઝડપાયેલા ઓરેવા કંપનીના બે મેનેજર અને રીનોવેશન કરનાર ધાંગધ્રાના પિતા – પુત્ર પોલીસ રિમાન્ડ પર છે. પોલીસ દ્વારા આરોવા કંપનીમાંથી પુલના કરાર સહિતના મહત્વના રેકર્ડ દસ્તાવેજ કબ્જે કરી આ બનાવની તપાસ કરી રહેલી સીટ ટીમ સમક્ષ રજૂ કરાયા છે.

(10:59 pm IST)