Gujarati News

Gujarati News

News of Thursday, 3rd November 2022

વિધાનસભા ચુંટણી જાહેરાત સાથે આચારસંહિતા અમલી : મોરબીમાં રાજકીય બેનરો ઉતારવાની કામગીરી શરુ.

પરાબજાર, શનાળા રોડ, રવાપર રોડ ઉપરથી રાજકીય પક્ષોના ઝંડી, પતાકા દૂર કરાયા

મોરબી : આગામી તા. 1 ડિસેમ્બરના રોજ પ્રથમ તબક્કાની ચૂંટણીમા મોરબી જિલ્લાની ત્રણેય વિધાનસભા બેઠકોની ચૂંટણી યોજનાર હોય આજથી આચાર સંહિતા અમલી બનતાની સાથે જ મોરબી નગરપાલિકા તંત્ર હરકતમાં આવી ગયું છે અને રાજકીય પક્ષોના ઝંડી, બેનરો, હોર્ડિંગ દૂર કરવા વિવિધ ટીમોને મેદાને ઉતારી દેવામાં આવી છે.
કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા આજે ગુજરાત વિધાનસભા ચૂંટણી બે તબક્કામાં યોજવાની જાહેરાત કરતાની સાથે જ આદર્શ આચાર સંહિતા અમલી બની છે. આગામી તા.1 ડિસેમ્બરે મોરબી જિલ્લાની ત્રણેય બેઠકો માટે ચૂંટણી હોય જિલ્લા ચૂંટણી તંત્રના આદેશ અન્વયે નગરપાલિકાએ જુદી – જુદી ટીમોને મેદાનમાં ઉતારી પરાબજાર, શનાળા રોડ,રવાપર રોડ તેમજ સામા કાંઠા સહિતના વિસ્તારોમાંથી ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઝંડી, બેનર, હોર્ડિંગ સહિતની પ્રચાર સામગ્રી હટાવી આચાર સંહિતાની અમલવારી કરવા કડક કામગીરી શરૂ કરી હતી.

(11:01 pm IST)