Gujarati News

Gujarati News

News of Friday, 3rd December 2021

ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસના ઉપપ્રમુખ પદે જેની ઠુંમરની વરણી

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ મહિલા પાંખના ઉપપ્રમુખ પદે અમરેલી જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ જેનીબેન ઠુંમરની વરણી થતા સમગ્ર જિલ્લામાં હર્ષની લાગણી

 

સાવરકુંડલા તા. ૨ : આવનારી વિધાનસભાની ચૂંટણીને નજર સમક્ષ રાખી મહિલા પાંખનું સંગઠન માળખું મજબૂત અને ચેતનવંતુ બનાવવાના ભાગરૂપે માહિલાઓની નિમણુકનો દોર શરૂ કરવામાં આવેલ હતી. જેમાં ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ પાંખના ઉપપ્રમુખ તરીકે અમરેલી જિલ્લા પંચાયત ના પૂર્વ પ્રમુખ અને સમગ્ર ગુજરાતમાં શકિતશાળી અને તેજાબી અને સ્પષ્ટ વકતા તરીકે પ્રચલિત જેનીબેન ઠુમ્મરની વરણી કરવામાં આવેલ છે.

જેની ઠુમ્મરે અમરેલી જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે સમગ્ર અમરેલી જિલ્લાના તમામ ગામડાઓમાં રૂબરૂ મુલાકાત લઈ અઢળક વિકાસ કર્યો કર્યા હતા તેથી ગત વિધાનસભા ચૂંટણીમાં અમરેલી જિલ્લાની પાંચે પાંચ વિધાનસભાની સીટ ઉપર કોંગ્રેસ પક્ષનો વિજય થયેલ હતો તેમજ જેનીબેન ઠુમ્મરે નાની ઉંમરમાં રાજકારણનો બહોળો અનુભવ તેમના પિતા વિરજીભાઈ ઠુમ્મરના માર્ગે ચાલી પ્રાપ્ત કરેલ છે વહીવટી અને સંગઠનનો ભારે અનુભવ ધરાવે છે.

જેનીબેન ઠુમ્મર ધારી બગસરા વિધાનસભાની પેટા ચૂંટણી ટીકીટની માગણી કરેલ અને કોંગ્રેસ પક્ષે ટીકીટ ન આપી છતાં કોંગ્રેસ પક્ષ ના આદેશ અનુસાર કોંગ્રેસ પાર્ટીનું કામ ખંત ખુમારી અને ખેલદિલી પુરી વફાદારી પૂર્વક કામ કરેલ હતું.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ મહિલા પાંખમાં જેનીબેન ઠુમ્મર જેવા શકિતશાળી, અભ્યાસુ આવડત અને તેજાબી વકતા અને લોકોમાં બિન વિવાદાસ્પદ અને ભારે લોકચાહના ધરાવતા હોય તેવા પ્રથમ વ્યકિત હશે.

અત્રે ઉલ્લેખનીય એ વાતનું છે કે જેનીબેન ઠુમ્મરને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ મહિલા પાંખ ના પ્રમુખ તરીકે ની જવાબદારી સોંપવામાં આવેતો ગુજરાત મહિલા પાંખનું સંગેઠન માળખું કયારેય ન બન્યું હોય તેવું મજબૂત અને અસર કારક સંગઠન બને તેમાં કોઈ શંકાને સ્થાન નથી.

જેનીબેન ઠુંમરની વરણીને ગુજરાત વિરોધપક્ષના નેતા પરેશભાઈ ધાનાણી, ધારાસભ્ય વિરજીભાઈ ઠુમ્મર ધારાસભ્ય અમરીશભાઈ ડેર, ધારાસભ્ય પ્રતાપભાઈ ઠુમ્મર, અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ડી કે રૈયાણી, ઠાકરશીભાઈ મેતલીયા ચંદ્રેશભાઈ રવાણી, રફીકભાઈ મોગલ, નરેશભાઈ અધ્વર્યું, મુઝફફરહુસૈન સૈયદ, ટીકુંભાઈ વરૂ, દાઉદભાઈ લલિયા, ઇકબાલ ગોરી, હસુભાઈ સૂચક, જમાલભાઈ મોગલ, મહેશભાઈ જયાણી, મનુભાઈ ડાવર, વિગેરે કોંગ્રેસ અગ્રણીઓએ આવકારી અભિનંદન પાઠવેલ હતા.

(10:23 am IST)