Gujarati News

Gujarati News

News of Friday, 3rd December 2021

નવાબંદર કાંઠે વધુ એક ખલાસીનો મૃતદેહ મળ્યોઃ હજુ બે લાપત્તા

દરીયામાં મીની વાવાઝોડામાં ૧૦ બોટો ગૂમ થતા લાપત્તા ૮ ખલાસીઓમાંથી ૪નો હેમખેમ બચાવઃ હેલીકોપ્ટર દ્વારા શોધખોળઃ કુલ મૃત્યુઆંક ર

(નવીન જોષી દ્વારા) ઉંના, તા., ૩: દરીયામાં મીની વાવાઝોડામાં ફસાયેલી નવા બંદરથી ફિશીંગ માટે ગયેલી ૧૦ બોટો ગુમ થયેલ અને આ દસ બોટોના ૮ ખલાસી લાપત્તા બનતા તંત્રએ હેલીકોપ્ટરની મદદ લઇને શોધખોળ કરીને ૪ ખલાસીઓને બચાવી લીધા હતા. બાકી ૪ ખલાસીઓમાં ગઇકાલે એક ખલાસીનો મૃતદેહ મળ્યા બાદ આજે નવા બંદર કાંઠે વધુ એક ખલાસી રામુભાઇ દેવાભાઇ બાંભણીયા રે. ખડા(ઉંના)નો મૃતદેહ મળી આવતા આ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપેલ છે. ખલાસીઓનો કુલ મૃત્યુઆંક ર થયો છે. હજુ દરીયામાં લાપત્તા ર ખલાસીઓની તંત્ર દ્વારા શોધખોળ ચાલી રહી છે.
ઉંના પંથકમાં બે દિવસ પહેલા ભારે પવન ત્થા કમોસમી વરસાદ વરસતા મંગળવાર રાતથી શરૂ થયો હતો. બુધવારે રાત્રીના ૧૦ કલાકથી ૪૦ થી પ૦ કિ. મી. ઝડપે પવન ફુંકાતા તેમજ દરીયામાં કરંટ જોવા મળતા ૪ થી પ મીટર ઉંંચા મોજા ઉંછળતા હતાં અને નવાબંદર દરીયા કિનારે લાંગરેલ બોટો એક બીજા સાથે ભટકાતા ત્થા માછીમારી કરવા ગયેલ ૧૦ થી ૧ર બોટનો સંપર્ક તુટી જતા લાપતા બની હતી.  ૧૦ થી ૧ર બોટ તુટી જતા દરીયામાં ગરકાવ થઇ ગઇ હતી અને ૮ માછીમારો લાપતા બન્યાનું તંત્રએ જણાવેલ છે અને ૪ માછીમારોને બોટ અને નેવી ત્થા કોસ્ટગાર્ડનાં હેલીકોપ્ટરથી રેસ્કયુ કરી બચાવી કાંઠે લાવેલ  હતાં જે ખલાસીના નામ (૧) રમેશભાઇ બચુભાઇ રાઠોડ ઉં.ર૭, રે. માણેકપુર (ર) અરજણભાઇ માધાભાઇ ગુજરીયા ઉં.વ.ર૬ રે. માણેકપુર (૩) ભરતભાઇ જીણાભાઇ બાંભણીયા ઉં.વ.રપ રે. નવાબંદર (૪) ગોવિંદભાઇ સોમાભાઇ મકવાણા રે. રો. તા. જાફરાબાદ વાળાને ઉંના સરકારી દવાખાને સારવાર માટે ખસેડેલ હતાં.
જયારે તંત્ર અને  બાકીના માછીમારોએ શોધખોળ કરતા ગઇકાલે બપોર પછી વધુ એક માછીમાર શોહીલ રહેમાનભાઇ શેખ (ઉં.વ.રર) રહે. નવાબંદરવાળાનો મૃતદેહ દરીયામાંથી મળી આવતા ઉંના સરકારી હોસ્પિટલે પોસ્ટ મોર્ટમ માટે ખસેડાયેલ છે. અને બચાવી લીધેલ તમામ ૪ ખલાસીની તબીયત ભય મુકત હોવાનું સિવિલ હોસ્પિટલના ડોકટર શ્રી જાદવે જણાવેલ છે.
નવાબંદરમાં વાવાઝોડાથી ખાના ખરાબી થતા ઉંનાનાં પ્રાંત અધિકારી શ્રી રાવલ, મામલતદાર આર.આર. ખાપરા ત્થા તાલુકા વિકાસ અધિકારી જાડેજા, નવાબંદર મરીન પોલીસ સ્થળ ઉંપર પહોંચી ખાના ખરાબીનો અહેવાલ જાત માહિતી મેળવી હતી અને જીલ્લા પંચાયતના સદસ્ય હરીભાઇ બી. સોલંકી, ધારાસભ્ય પુંજાભાઇ વંશ અને પૂર્વનગર પાલીકા પ્રમુખ કાળુભાઇ રાઠોડ, નવાબંદરના સરપંચ માંડણભાઇ પહોંચી  ગયેલ હતા.
વહીવટી તંત્ર દ્વારા જણાવાયું છે કે કુલ ૧૦બોટ સંપૂર્ણ નુકશાની થઇ છે. ૪૦ થી પ૦ બોટને નાની મોટી નુકશાની થઇ છે. કરોડો રૂપિયાનું નુકશાન થયું છે.  ગુમ થઇ ગયેલી ડુબી ગયેલ બોટના નામ માલીકના નામોમાં બોટ (૧)    ગૌવરીનંદન-અમૃતભાઇ બાબુભાઇ બાંભણીયા, રહે.નવાબંદર, ધનવંતરી - પ્રવિણભાઇ મસરીભાઇ સોલંકી, રહે.નવાબંદર, શીવ પ્રીયા - રવિન્દ્રભાઇ હરજીવનભાઇ ચૌહાણ, રહે.નવાબંદર, હરીપ્રસાદ - ભીખાભાઇ દેવસીભાઇ મજેઠીયા, રહે.નવાબંદર, અલફેઝાન- રફીકભાઇ મામદભાઇ થૈયમ, , રહે.નવાબંદર, કૈલાસ સાગર - કેસુરભાઇ ભીખાભાઇ ચારણીયા, રહે.નવાબંદર, વરૂ પ્રસાદ - હિતેષભાઇ જીવરાજભાઇ સોલંકી, રહે.નવાબંદર, અલકબીર- હનીફભાઇ મામદભાઇ તુરક, રહે.નવાબંદર , સૂર્યવંશી - ધીરૂભાઇ લાખાભાઇ મકવાણા, રહે.નવાબંદર  તથા ધનંજય- જીતેન્દ્ર રણછોડ પટેલીયા, રહે.નવાબંદરનો સમાવેશ થાય છે.
ઉંનાના માછીમારો બોટના માલીકો તથા રાજકીય આગેવાનોએ ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલને લેખીતમાં રજૂઆત કરી છે. બોટની તમામ નુકશાનીની પુરેપુરી તાત્કાલીક સહાય ચુકવણી કરાય નહીતર નવાબંદરનો માછીમારી ઉંદ્યોગ પડી ભાંગશે ત્થા નવી જેટી તુરંત બનાવે જેથી બોટોની સલામતી રહે તેવી માંગણી કરી છે. પ્રથમ તૌઉંકેલ વાવાઝોડાનો માર પછી પણ વાવાઝોડાનો મારથી માછીમારો આર્થિક રીતે તુટી ગયા છે તેમ રજૂઆતમાં જણાવેલ છે.

 

(11:09 am IST)