Gujarati News

Gujarati News

News of Friday, 3rd December 2021

ખંભાળીયા પાણી વિતરણમાં પરેશાની હોયઃ ફરીયાદ કરો બે દિ'માં પ્રશ્ન હલ

ખંભાળીયા તા.૩ : પાલિકાના વોટર વર્કસ ઇજનેર મુકેશભાઇ જાનીનું કોરોનામાં મૃત્યુ થતા તેમની જગ્યાએ વોટર વર્કસના હેડ તરીકે રાજુભાઇ વ્યાસની નિમણુંક થતા તેમનો આવતાની સાથેજ વોરટવકર્સના તમામ કમીટીઓ સાથે સંકલન કરીને પાણી વિતરણ વ્યવસ્થા વધુને વધુ સુદંર બનાવવા આયોજન સાથે કામગીરી હાથ ધરી છે.

થોડા સમય પહેલાજ ઘી ડેમમાંથી શહેરમાં જતી મેઇન લાઇનો જે દરવર્ષે પાણીમાં તણાઇ જતા પાણી પુરવઠો દિવસો સુધી ખોરવાતો તે જમીનની અંદર નાખવાનું કાર્ય, પાણી પુરવઠો નિયમિત તથા ક્ષતિ રહીત દર બે દિવસે મળે કયાંક પાણીની લાઇન લીકેજ થતી હોય તેનું સમારકામ કરવું લાઇન તુટી જતા વગર પાણી પુરવઠો બંધ ટાઇમે રીપેરીંગ કરવુ કરાયું હતું તથા હાલ પાલિકા દ્વારા ડોરટુડોર વેરા વસુલાત થાય છે. તેમાં પણ જો કયાંય પાણીની પરેશાની હશે તો વેરા ભરતા આસામીનું જોડાણ માત્ર બે દિવસમાં રીપેરીંગ થઇ જશે.

ગઇકાલે રામમંદિર પાસે આનંદ સ્ટુડીયો વાળી ગલીમાં દિવસોથી નળ કનેકશન લીક થતું હતું જે અંગે દિવસમાં આ પાણીપ્રશ્ન હલ થઇ ગયો હતો પાણી વિતરણ માટે સમસ્યા હોય તો વોટર વર્કસ શાખાનો સંપર્ક સાધવા જણાવાયું છે.

(11:38 am IST)