Gujarati News

Gujarati News

News of Tuesday, 4th January 2022

જામજોધપુરમાં કોરોના બ્લાસ્ટ: એન્ટીજન ટેસ્ટમાં કુલ ૧૯ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા

ઉપલેટા મધર્સ પ્રાઇડ સ્કુલમાં અભ્યાસ કરતાં ૧૩ જેટલા નાના બાળકોને પણ કોરોના પોઝિટિવ

( દર્શન મકવાણા દ્વારા) જામજોધપુર : જામજોધપુર માં એક સાથે આજે અર્બન હેલ્થ સેન્ટર ખાતે લેવાયેલ કોરોના એન્ટીજન ટેસ્ટમાં ટોટલ ૧૯ કોરોના પોઝિટિવ કેસ નોંધાયાં છે જેમાં ઉપલેટા મધર્સ પ્રાઇડ સ્કુલમાં અભ્યાસ કરતાં ૧૩ જેટલા નાના બાળકોને પણ કોરોના પોઝિટિવ આવ્યાના અહેવાલો મળી રહયા છે. એક સાથે પંથકમાં કુલ ૧૯ કેસ આવતાં લોકોમાં ચિંતા વ્યાપી ગઈ છે

(9:32 pm IST)