Gujarati News

Gujarati News

News of Tuesday, 4th January 2022

રાણપરા મંત્રજાપ પરિવાર દ્વારા સતિમાંના સાનિધ્યમાં ધર્મોત્સવ

પૂ. કનુદાદાની પ્રેરક ઉપસ્થિતિ : સતિમાંનો શણગાર, ચૂંદડી, ધ્વજારોહણ, અન્નકોટ, હવન અને મહાપ્રસાદનું સોનારકા મુકામે સતત આઠમાં વર્ષે આસ્થાભેર આયોજન

રાજકોટ : રાણપરા મંત્રજાપ પરિવાર દ્વારા દરવર્ષની માફક આ વર્ષે પણ હળવદના સોનારકા મુકામે સતિમાંના સાનિધ્યમાં ધર્મોત્સવની ઉજવણી કરાઈ હતી, આ પ્રસંગે નડિયાદથી ખૂબ જ જાણીતા સોની સમાજના વંદનીય અગ્રણી નડિયાદના પૂજ્ય કનુદાદા (કનૈયાલાલભાઇ સોની) તથા શ્રીમતિ મીનાબેનની પ્રેરક ઉપસ્થિતી સાથે અકિલાના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રાની હરખ બેવડાયો હતો,રાણપરા મંત્રજાપ પરિવાર દાયકાઓથી ઘેર ઘેર જઈને માતાજીના મંત્રજાપ ગુણાનુવાદ કરીને ધર્મની આહલેક જગાવી રહ્યું છે, દરવર્ષે સતિમાંના સાનિધ્યમાં ધર્મોત્સવ યોજી રહ્યું છે, ત્યારે આ વર્ષે વહેલી સવારે સ્પેશિયલ બસ દ્વારા પ્રસ્થાન કરીને રાણપરા મંત્રજાપ પરિવાર સૌ રાણપરા પરિવારના ભાવિકોને લઈને હળવદના સોનારકા મુકામે બિરાજતા સતિમાં, રામબા, રાધાબા, અને સવિતાબાના સાનિધ્યમાં દિવ્ય ધર્મોત્સવ ઉજવ્યો હતો. આ પ્રસંગે નડિયાદથી પૂ. કનુદાદા તથા અકિલાના મોભીશ્રી કિરીટભાઈ ગણાત્રાની પ્રેરક ઉપસ્થિતિમાં રાણપરા પરિવાર મંત્રજાપ પરિવાર દ્વારા સોનારકા મુકામે બિરાજતા સતિમાં સતિમાં, રામબા, રાધાબા, અને સવિતાબાના સાનિધ્યમાં શણગાર, ચૂંદડી, ધ્વજા રોહણ, અન્નકોટ, હવન અને મહાપ્રસાદનું સોનારકા મુકામે સતત આઠમા વર્ષે આસ્થાભેર આયોજન કરાયું હતું. રાજકોટ સહિતના સ્થળોએથી ૩૦૦થી વધુ જ્ઞાતિજનો પરિવાર સાથે જોડાયા હતા. રાણપરા મંત્રજાપ પરિવાર દ્વારા દર વર્ષે યોજાતા ધર્મોત્સવમાં અમદાવાદ, વડોદરા અને મોરબી સહિતના શહેરોમાં વસતા રાણપરા પરિવારની સેવા - સહયોગ મળતો રહ્યો છે.

(10:06 am IST)