Gujarati News

Gujarati News

News of Tuesday, 4th January 2022

ગોંડલ અનેક પડતર પ્રશ્નો માટે સતત રજૂઆતો છતાં પ્રશ્નોનો ઉકેલ ન આવતા આંગણવાડી - આશા અને ફેસીલીએટર બહેનો આંદોલનના માર્ગે

(જીતેન્દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ તા. ૪ : ગુજરાતના મહિલા અને બાળ વિકાસ વિભાગ તળે સેવા બજાવતી ૫૧૦૦૦ આંગણવાડી કેન્દ્રોની ૧ લાખ આંગણવાડી વર્કર અને હેલ્પર બહેનો અને આરોગ્ય વિભાગ તળે ૧૫૦૦ થી વધુ આરોગ્ય કેન્દ્રોમાં સેવા બજાવતી ૪૦૦૦૦ આશા વર્કરો અને ફેસીલીએટર બહેનોનાં લાંબા સમગથી પડતર પ્રશ્નો બાબતે, મુખ્યમંત્રી અને મહિલા બાળ વિકાસ મંત્રી અને આરોગ્ય પ્રધાન સમક્ષ આવેદન પત્રો, પત્રો ધ્વારા રજુઆતો કર્યા છતાં સરકાર ધવારા એકપણ પ્રશ્નોનો ઉકેલ ન આવતા તેમજ અધિકારી- મંત્રી કક્ષાએ બેઠક યોજવા માંગણી કરાયા છતાં કોઈજ બેઠક ન યોજાતા, ગુજરાત વ્યાપી આંદોલન કરવાનો સીટુ સંકલીત ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન અને ગુજરાત આશા હેલ્થ વર્કસ યુનિયન દ્વારા નિર્ણય કરાયો છે.

જેમાં પડતર માંગણીઓ સાથેનું આવેદન તા. ૩-૪ જાન્યુઆરીએ તમામ ધારાસભ્યો નું આવેદન અપાશે, તા. ૫મી જાન્યુઆરીએ કાળા કપડા સાથે તાલુકા જીલ્લાઓમાં દેખાવો સૂત્રોચ્ચાર કરાશે, તા. ૬ના રોજ થાળી વગાડી સરકારને જગાડાશે, તા. ૮ મીનાં રોજ તાલુકા જીલ્લામાં ધરણા કાર્યક્રમ કે ગાંધીનગરમાં મહારેલી– મહાધરણાં તથા પદયાત્રા કાર્યક્રમ યોજાશે. બજેટ બેઠક સુધી કાર્યક્રમો ચાલુ રખાશે.

કોરોના કાળમાં જીવના જોખમે નજીવા વેતનમાં કામગીરી બજાવ્યા છતાં વેતનમાં કોઈજ વધારો કરાયો નથી. આંગણવાડી વર્કર- આશા વર્કર- ફેસીલીએટર બહેનો અનેક વર્ષોથી સેવા બજાવતી હોવા છતાં કાયમી કરાતા હોઈ કાયમી કરવા તથા લધુતમ વેતન આપવા. પેન્શન, ગ્રેચ્યુઈટી, પ્રો.ફંડ યોજનાં લાગુ પાડવા, દેશનાં તમામ રાજયોની જેમ નિવૃતિ વય મર્યાદા ૫૮ ને બદલે ૬૦ કરવા, કોરોના કામગીરીનાં દરમાં વધારો કરવા તથા ખાવા લાયક આહાર આપવા તથા ડ્રેસ આપવા, હેલ્પરોને સમાન વેતન આપવા, મીની આંગણવાડીને પૂર્ણ આંગણવાડી કરવા, તથા જીલ્લા-તાલુકા ફેર બદલીની એક તક આપવા સહીતની માંગણીઓ માટે આંદોલનનો આરંભ કરાશે.

સરકાર ધ્વારા કોરોનાં કામગીરી ચાલુ રખાયા છતાં, સરકાર દ્વારા કોરોનાં વોરીયર્સ ને જાહેર કરેલ મૃત્યુ વળતરની રકમો અવસાન પામેલ બહેનોને ચૂકવાઈ નહોઈ ભારે રોષ ઉભો થયો છે.

(10:07 am IST)