Gujarati News

Gujarati News

News of Tuesday, 4th January 2022

ગોંડલ વેપારી મહામંડળની બેઠક મળી : તમામ એસોસિએશન એક નેજા હેઠળ એકત્રીત થયા

(જીતેન્દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ તા.૪: ગોંડલ વેપારી મહામંડળની નવા વર્ષની બેઠક પ્રમુખ ગોપાલભાઈ ટોળીયાનાં અધ્યક્ષ સ્થાને વોક એન ઇટ હોટેલમાં યોજાઇ હતી,જેમા અલગઅલગ વેપાર ધંધાના એસોસિએશન એકટીવ બની મહામંડળ સાથે જોડાય તે મુદા પર ભાર મુકાયો હતો.આગામી તા.૨૦ સુધીમાં નોંધણી કરાવી જવા પ્રમુખ ગોપાલભાઈ ટોળીયાએ જણાવ્યુ હતુ.બેઠકમાં જીએસટી મુદ્દે સરકાર માં અસરકારક રજુઆત કરનારા અગ્રણી વેપારી વિનુભાઈ વસાણીનુ સન્માન કરાયુ હતુ,વેપારી મહામંડળના માર્ગદર્શક પત્રકાર જીતુભાઇ આચાર્ય એ વેપારીઓ શહેરની ધોરી નશ હોય સતત જાગૃત બની વિકાસ ના સહભાગી બને તેવુ જણાવ્યુ હતુ, બેઠક મા હરિહરાનંદ સ્વામી,નાગરીક બેંકના ચેરમેન અશોકભાઈ પિપળીયા, પ્રફુલભાઈ ટોળીયા, સીટી પીઆઇ, સાંગાડા એ ઉપસ્થિત રહી શુભેચ્છાઓ પાઠવી હતી.બેઠકમાં રસિકભાઈ રાજપરા, નલીનભાઇ જડીયા, હિતેશભાઈ રાવલ,ગોરધનભાઈ પરડવા, અબુભાઇ, પ્રકાશભાઇ ઠકરાર, દિનેશભાઇ માંડલીયા સહીત વેપારીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.વેપારી મહામંડળના લીગલ એડવાઇઝર તરીકે યુવા એડવોકેટ રવિરાજ ઠકરારની નિમણૂક કરાઇ હતી.

(10:49 am IST)