Gujarati News

Gujarati News

News of Tuesday, 4th January 2022

હળવદમાં વીજ ચોરી કરતા ૭૭ કનેકશનોને રૂ.૨૦.૬૦ લાખનો દંડ

 

(દીપક જાની દ્વારા) હળવદ, તા.૪: તાલુકાના વિવધ ગામોમાં પીજીવીસીએલ દ્વારા ગઈકાલે દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં વીજ ચોરી કરતા ૭૭ કનેકશનોને રૂ. ૨૦.૬૦ લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે.પીજીવીસીએલ દ્વારા સૌરાષ્ટ્ર-કચ્છના અનેક ડિવિઝનોમાં ચેકીંગ ડ્રાઇવ હાથ ધરવામાં આવી છે. જેમાં આજરોજ હળવદ વિભાગ હેઠળ કોર્પોરેટ ચેકિંગ ડ્રાઇવ કરવામાં આવી હતી. હળવદ ગ્રામ્યમાં ૩૨ ટિમો દ્વારા ૬૪૪ વીજ કનેકશનોનું ચેકીંગ કરવામાં આવ્યું હતું. જેમાંથી ૭૭ કનેકશનોમાં ગેરરીતિ થતી હોવાનું માલુમ પડ્યું હતું. આ વીજ કનેકશનોને રૂ.૨૦.૬૦ લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે.

(10:49 am IST)