Gujarati News

Gujarati News

News of Tuesday, 4th January 2022

ગોંડલના મોટી ખીલોરી પાસે અકસ્માતઃ મહિલાનું મોતઃ ૨ને ઇજા

બોલરોનું ટાયર ફાટતા અલ્ટો કાર સાથે અથડાઇઃ બોલેરો ચાલક નાશી છૂટ્યો

ગોંડલઃ તસ્વીરમાં અકસ્માત ગ્રસ્ત વાહનો તથા મૃતક નજરે પડે છે. (તસ્વીરઃ નરેશ શેખલીયા-ગોંડલ)
(નરેશ શેખલીયા દ્વારા) ગોંડલ,તા. ૪: આજે સવારે ગોંડલ તાલુકાના મોટી ખીલોરી પાસે બોલેરો અને અલ્ટો કાર વચ્ચે સર્જાયલ અકસ્માતમાં એક મહિલાનું મોત થયુ છે. જ્યારે ૨ને ઇજા થતા સારવાર માટે ખસેડેલ છે.
પ્રાપ્ત માહિતી મુજબ, ગોંડલ દેરડી (કુંભાજી) પાસે આવેલ મોટી ખીલોરી ગામની પ્રાથમિક શાળા પાસે ગોંડલ રોડ ઉંપર શાકભાજી ભરેલ બોલેરો કાર (નં.જી.જે.૧૪ એકસ ૯૭૮૧)નું ટાયર ફાટતા અલ્ટો કાર (નં.જી.જે.૧૭ કેડી.૨૭૫૫) સાથે અથડાઇ હતી.
આ અકસ્માતમાં જેતપુરના થાણા ગાલોળના મહિલાનું મોત થયું હતું. જ્યારે ૨ વ્યકિતન ઇજા થતા સારવાર માટે ગોંડલની હોસ્પિટલમાં ખસેડેલ છે.બોલેરો ચાલક અકસ્માત સર્જીને નાશી છૂટ્યો હતો. અકસ્માત સર્જાતા રસ્તા ઉંપર ટ્રાફિક જામ થયુ હતું. આ બનાવ અંગે ગોંડલ તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

 

(11:01 am IST)