Gujarati News

Gujarati News

News of Tuesday, 4th January 2022

મોરબી જીલ્લામાં કોરોના બોમ્બ ફૂટ્યો: સ્કૂલની વિદ્યાર્થિની સહિત મોરબી જીલ્લામાં કોરોનાના 12 કેસ નોંધાયા

 

મોરબી જીલ્લામાં કોરોના બોમ્બ ફૂટ્યો: સ્કૂલની  વિદ્યાર્થિની સહિત મોરબી જીલ્લામાં કોરોનાના પ્રતિદિન નવા કેસો નોંધાઈ રહ્યા હોય જેમાં આજે જીલ્લામાં કોરોના બોમ્બ ફૂટ્યો હોય અને મોરબી તેમજ માળિયા તાલુકામાં એક સાથે ૧૨ કેસો નોંધાયા છે

મોરબી જીલ્લામાં આજે કોરોના વિસ્ફોટ જોવા મળ્યો હતો અને જીલ્લામાં નવા ૧૨ કેસ નોંધાયા છે જેમાં મોરબી તાલુકાના ગ્રામ્ય પંથકમાં ૦૧ અને શહેરી વિસ્તારમાં ૧૦ નવા કેસ નોંધાયા છે તો માળિયા તાલુકાના ગ્રામ્ય પંથકમાં નવો એક કેસ નોંધાયો છે નવા ૧૨ કેસો સાથે મોરબી જીલ્લામાં એક્ટીવ કેસનો આંક ૩૯ થયો છેનવા ૧૨ કેસો નોંધાયા.

આજે જાહેર કરેલ ૧૨ કેસ પૈકી ૧ કેસ મોરબી શહેર ની જ્ઞાન વિહાર શાળા માં ધોરણ – ૬ માં અભ્યાસ કરતી બાળકી નો છે..

(11:57 am IST)