Gujarati News

Gujarati News

News of Tuesday, 4th January 2022

રાજ્યમાં ઓબીસી અને અન્ય વિદ્યાર્થીઓ માટે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ ફરી શરુ કરવા માંગ.

સ્વનિર્ભર શાળા અને કોલેજમાં ફરીથી શિષ્યવૃત્તિ શરુ કરવા માંગ કરી.

મોરબી :  રાજ્યમાં ઓબીસી અને અન્ય કુમાર વિદ્યાર્થીઓ માટેની પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ સ્વનિર્ભર કોલેજ અને શાળાઓમાં ફરીથી શરુ કરવા માટેની માંગ કરીને રાજ્યના મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે
ઇન્ટરનેશનલ હુમન રાઈટ્સ એસોના કાંતિલાલ બાવરવાએ પત્ર લખીને જણાવ્યું છે કે પહેલા હાયરસેકન્ડરી, સ્કૂલો તેમજ કોલેજોમાં શિષ્યવૃતિ આપવામાં આવતી હતી. પરંતુ હાલમાં સરકાર દ્વારા આ શિષ્યવૃતિ સરકારી સ્કૂલો કોલેજ, ગ્રાન્ટ મેળવતી સ્કુલ કોલેજોમાં O.B.C. હેઠળ તેમજ અન્ય જ્ઞાતિઓના બધા જ વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓને આપવામાં આવે છે. જયારે સ્વનિર્ભર સ્કુલ/કોલેજોમાં જે લોકો સરકારના નિયમ મુજબ એડમીશન મેળવે છે. ત્યારે ફક્ત વિદ્યાર્થીનીઓને જ આ શિષ્યવૃતિ આપવામાં આવે છે. પરંતુ કુમાર વિધ્યાર્થીઓને આ લાભ આપવામાં આવતો નથી.  તો અગાઉની જેમ લાભ આપવામાં આવે તેવી માંગ કરી છે.

(12:01 pm IST)